વિજાપુર શહરી વિસ્તારના રોડ રસ્તા વરસાદ મા ધોવાયા પાલીકા એ બનાવેલ રોડ ગટર તૂટી જતાં ગંદકી ફેલાઈ
(જૂની કોર્ટે તરફનો નવો રોડ ઉપર ખાડાઓ ચક્કર ખત્રી કૂવા દોશીવાડા વૈદ્યનોમાઢ ચિશ્તીવાડો મોમનવાડો હુસેની ચોક સાંથ બજાર આનંદપુરા ચોકડી તરફ આંબેડકર ચોક અભુજી નગર જતા રોડ બસડેપો તરફ નો રોડ સહિત ના વિસ્તારો મા ખાડા)
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરી વિસ્તાર મા પાલીકા એ બનાવેલા રોડ તેમજ ભૂગર્ભ ગટરો વરસાદ ના કારણે તૂટી જતા શહેરના ઘણા વિસ્તારો મા ગંદકી નું સામ્રાજ્ય ફેલાયું છે. જેને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના સેવાઈ રહી છે. શહેરના દોશીવાડા થી વૈદ્યનામાઢ સુધી તેમજ અભૂજી નગર મા જવાના માર્ગ ઉપર હુસેની ચોક ખત્રિકુવા તેમજ ચક્કર બસડેપો તરફના જવાના માર્ગમાં વરસાદ ના કારણે ગાબડાં પડ્યા છે. જૂની કોર્ટ તરફ જવાનો રોડ એકાદ વર્ષ પહેલાં બનાવ્યો હતો. જે રોડ ઉપર પણ ગાબડાં પડ્યા છે. ખત્રિકુવા થી સ્ટેટ બેંક તરફનો અડધો રોડ તૂટી ગયેલો છે. જ્યાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. તો અડધો રોડ ઉપર એકપણ ખાડા જોવા મળતા નથી. રામબાગ બાજુ જવાનો રોડ ઉપર પણ ખાડા પડી ગયેલ છે હુસેની ચોક સાંથબજાર વિસ્તાર માં રોડ ઉપર ખાડા અને એમાં તૂટેલી ગટરો માથી બહાર આવેલ ગંદુ પાણી જેના કારણે આ વિસ્તારમાં મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. આ અંગે સ્થાનીક રહીશ જમીલ સૈયદે પાલીકા મા આ બાબતની લેખિત અરજી પણ આપેલ છે પરંતુ પાલીકા તરફથી હજુ કોઈ પ્રશ્ન નો નિકાલ આવ્યો નથી. જ્યારે સ્થાનીક નેતા તનજીલ અલી સૈયદે જણાવ્યું હતુંકે પાલીકા મા તૂટેલી ગટરો અને રોડ ઉપર ના ખાડાઓ પૂરવા તેમજ નવીન રોડ બનાવવા માટે રજૂઆત કરવા મા આવી છે. ગરીબ નવાઝ સોસાયટી મા ચોમાસા દરમ્યાન સમગ્ર સોસાયટી દર વર્ષે પાણી મા ડૂબી જાય છે. તેનો નિકાલ કરવા તેમજ અહી નવીન રોડ બનાવવા માટે પણ ચીફ ઓફિસર ને રજૂઆત કરવા મા આવી છે. મોમન વાડા વિસ્તાર હુસેની ચોક છાપરીયા વાસ સહિત ના વિસ્તારો મા ગટરો નુ પાણી ભરાઈ જાય છે જે રોડ ઉપર વહેતું થાય છે. જનો સત્વરે નિકાલ લાવવા મા આવે તેવી માંગણી છે. હાલમા વરસાદ ના કારણે કોઈ રોગચાળો ફાટી ના નીકળે તે પહેલાં પાલીકા અને તંત્ર જાગૃત બની દવા નો છંટકાવ કરાવે તેવી રહિશો ની માંગ છે.





