GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સામાકાંઠે બ્રીજ નીચેથી  જોઈન્ટ કલોઝરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબીના સામાકાંઠે બ્રીજ નીચેથી  જોઈન્ટ કલોઝરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

 

 

મોરબીના સામાકાંઠે ઓવરબ્રિજ કામ ચાલુ હોય જ્યાંથી કેબલ વાયર અને જોઈન્ટ ક્લોઝરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ મુદમાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક નવા બનતા બ્રીજ નીચેથી એન.એફ.એસ.ઓ. સી કેબલ ૨૦૦ મીટર અને જોઈન્ટ ક્લોઝરની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદીને પગલે પોલીસે તપાસ ચલાવી હતી દરમિયાન ચોરી કરનાર ઇસમ અન્ય ચોરી કરવાના ઈરાદે રેકી કરવા આવવાના છે તેવી બાતમી મળી હતી જેથી ટીમે વોચ ગોઠવી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી આરોપી દિનેશ નંદુભાઈ માવી અને રજાક લતીફભાઈ કચ્છી એમ બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ કેબલ વાયર અને જોઈન્ટ ક્લોઝરનું વેચાણ કર્યાના કુલ રોકડ રૂ ૧૬ હજાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!