BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આમોદ તાલુકાના રોજાટંકારીયા ગામેથી કોપર અને એલ્યુમીનીયમના કેબલની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે

આમોદ તાલુકાના રોજાટંકારીયા ગામેથી કોપર અને એલ્યુમીનીયમના કેબલની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે.આમોદ પોલીસે બે ઈસમોને ઝડપી પાડી રૂ. 9 લાખના મુદ્દામાલનો જપ્ત કર્યો છે.આરોપીઓ પાસેથી કોપર અને એલ્યુમીનીયમના કુલ 2950 કિલો વાયર તેમજ એક ટ્રેક્ટર અને ટ્રોલી કબ્જે લેવામાં આવ્યું છે.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસ અધિક્ષક મયુર ચાવડા (ભરૂચ) ના સુચન અને માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ સતત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.ત્યારે મળેલી બાતમીના આધારે, આમોદ પોલીસના પીઆઈ આર.બી.કરમટીયા અને ટીમે રોજાટંકારીયા ગામે રેડ કરી ટ્રેક્ટર નં. GJ-16-DK-5738 તથા તેના સાથે જોડાયેલી ટ્રોલીમાં શંકાસ્પદ રીતે ભરેલા કોપર અને એલ્યુમીનીયમના કેબલ કબ્જે કર્યા હતા.

પોલીસે રોજા ટંકારીયાનો ઉસ્માનગની આદમ ઇસ્માઇલ ડેલાવાળા (વોરા પટેલ), આછોદ ગામના આશીફ અબ્દુલ હશન ભીખા (વોરા પટેલ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે
તેમની પાસેથી 2950 કિલો કોપર અને એલ્યુમિનિયમ વાયર કિંમત રૂ. 4,00,000,ટ્રેક્ટર અને ટ્રોલી કિંમત રૂ. 5,00,000 મળીને કુલ કિંમત: રૂ. 9,00,000 નો મુદ્દામાલ કબ્જે કરીને
આમોદ પોલીસે આ અંગે IPCની લાગતી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મામલાની પાછળ વધુ કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!