GUJARATJUNAGADHKESHOD

રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ‘ફેમિલી ગલી 2026’નું આયોજન – પરંપરાગત રમતોનો ઉત્સવ

રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ‘ફેમિલી ગલી 2026’નું આયોજન – પરંપરાગત રમતોનો ઉત્સવ

રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા પરિવાર અને બાળકોમાં પરંપરાગત રમતો પ્રત્યે રસ જાગૃત થાય તેમજ સૌમાં એકતા અને આનંદનું વાતાવરણ સર્જાય તે હેતુથી ‘ધમાલ ગલી 2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય રોટરી ક્લબના સ્થાપક પ્રમુખ હિતેશ ચનીયારા, પ્રમુખ ડો સ્નેહલ તન્ના, પ્રોજેક્ટ ચેરમેન જીતેન્દ્ર ધોળકિયા, જીતેન્દ્ર પટેલ, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર , બીરેન્દ્રસિંહ રાયજાદા, વામજા સર તથા રોટેરીયન સભ્ય દ્વારા કરવામાં આવેલુ હતું કિશોર કોમ્પલેક્ષ, આંબાવાડી કાપડ બજાર, કેશોદ ખાતે યોજાએલ આ કાર્યક્રમમાં નાના-મોટા તમામ વયના લોકો માટે વિવિધ પરંપરાગત અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં દોરડા કૂદ, ભમરડા, ગીલી ડંડા, લખોટીની રમત, રસા ખેંચ, કોથળા દોડ, કુંડાળા, લીંબુ ચમચી તેમજ ધમાલિયો ધોકો જેવી અનેક રસપ્રદ રમતો રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે મોટી સંખ્યામાં સૌ કોઈ બાળકો યુવાનો વૃદ્ધ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા રોટરી ક્લબ ઓફ કેશોદના પ્રમુખ રોટેરિયન ડો. સ્નેહલ તન્ના, સેક્રેટરી રોટેરીયન અજય ગોધાસરા તથા ફાઉન્ડર પ્રેસિડેન્ટ રોટેરિયલ હિતેશ ચનિયારા સહિત ક્લબના સભ્યો દ્વારા આયોજનની તૈયારીઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ દાતાશ્રીઓ અને સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!