રોટરી ક્લબ પાલનપુર સીટી આયોજીત નેશનલ બિલ્ડર એવોર્ડ સંભારંભ માં શહેર 13 પ્રાથમિક શાળાઓ ભુલકાઓ નવરાત્રી ગરબા ની હરીફાઈ ની સ્પર્ધા યોજાઈ
24 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રોટરી ક્લબ પાલનપુર સીટી આયોજીત નેશનલ બિલ્ડર એવોર્ડ સંભારંભ માં શહેર 13 પ્રાથમિક શાળાઓ ભુલકાઓ નવરાત્રી ગરબા ની હરીફાઈ ની સ્પર્ધા યોજાઈ.પાલનપુરમાં છેલ્લા ૧૯ વર્ષથી સેવાકીય પ્રવૃતિ સાથે સાથે ભણતા બાળકોને પ્રોત્સાહન ભાગ રૂપે રોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરતા આવ્યા છે જોકે આ નવરાત્રી પૂર્વે આ શહેરની 13 પ્રાથમિક સરકારી શાળાઓ વિદ્યાર્થીઓને ગરબા હરીફાઈ તેમનું ટેલેન્ટ વધારવા આયોજન કર્યું હતું જેમાં દરેક શાળાના વિદ્યાર્થીઓને મોમેન્ટ તેમજ વિવિધ ભેટો આપી પ્રોત્સાહન કરાયા હતા.રોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ વર્ષોથી કરતા આવ્યા છે જોકે આ નવરાત્રી પૂર્વે ગરબા મહોત્સવ દરેક વિદ્યાર્થીઓ પોતાનું અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે તેમનો આત્મવિશ્વાસ વધે તેને લઈને આ ગરબાના આયોજનમાં વિવિધ તેર પ્રાથમિક શાળા ભૂલકાઓ ગુજરાતી વેશભૂષા માં સ્ટેજ ગુજરાતી ગરબા ની રમઝટ બોલાવી લીધી હાજર રહેલા મહેમાનો મંત્ર મુગૅ કરી દીઘા હતા હતું હાજર રહેલા શિક્ષકો તેમજ મહેમાન વાલી ઓ બાળકોને તાળીઓથી વધાવી લીધા હતા આ સંસ્કૃતિ ગરબાનું કાર્યક્રમ સફળ બનાવવા તમામ શાળાના આચાર્યો. વાલીઓ હાજરી આપી હતી જેમાં પ્રાથમિક શાળાના શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી પણ મહેમાન બન્યા હતા જો કે આ કાર્યક્રમ સફળ બનાવવા રોટરી ક્લબ પાલનપુર સિટી પ્રમુખ ગીરીશભાઈ મહેશ્વરી. પ્રોજેક્ટ ચેરમેન મોહિત અગ્રવાલ. સેક્રેટરી ભાવેશભાઈ પટેલ. અમિત ત્રિપાઠી પ્રોજેક્ટ ચેરમેન. તેમજ અન્ય સીટી ક્લબ સાથે જોડાયેલા લોકો પણ હાજરી આપી હતી