કૈલાસવાસી પિતાની નિત્ય અનુભૂતિ કરતા ઠાકરજી

કૈલાસવાસી પિતાની નિત્ય અનુભૂતિ કરતા ઠાકરજી
સંસ્કારનો વારસો ભવ્ય હોય છે
જામનગર (ભરત ભોગાયતા)
‘ભલા બનો ભલુ કરો.’…..જેમનુ મોબાઇલ સ્ટેટસ છે તેવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી હરિશભાઇ ઠાકર તેમના કૈલાસવાસી પિતા હસમુખલાલ લાભશંકર ઠાકરની નિત્ય અનુભૂતિ કરે છે અને સદગતની પુણ્યતિથિએ વિશેષ રૂપે ધર્મ ધ્યાન ,દાન પુણ્ય કરે છે
મુલ્યો સાથે જીવવુ કપરૂ છે કેમજે કસોટી થાય તે એક તપ છે આ તપના કર્તા તપસ્વી હરિશભાઇના પિતા હસમુખલાલ પણ પરમ તપસ્વી હતા તેમના સમયમા તેમને ફરજ બજાવવાની સાથે સાથે પરિવાર ભાવ જાળવીને અનેક પ્રેરણા સુત્રો આપી ગયા છે તે હરિશભાઇએ જીવનમાં ઉતાર્યા છે અને દરેક કસોટીમાથી પાર ઉતર્યા છે એ ઇશ્ર્વરકૃપા માતા પિતાના આશિર્વાદ અને સદકર્મો થકી સાર્થક કરી શક્યા છે
તેમના માતુશ્રીની નિત્ય સેવા નિત્ય ઇશ્ર્વર સ્મરણ પૂજા પાઠ અર્ધાંગિનીને ગૌરવ થાય તેવુ પતિત્વ પુત્રને માન થાય તેવુ પાલન …..વગેરે એકી સાથે બદફી જ ફરજ હરિશજી નિભાવે છે
હરિશજીના જ શબ્દોમાં જોઇએ તો…………..
“પૂજ્ય પિતાશ્રીની અચાનક વિદાય બાદ પોતાને મળનાર નોકરીનો હક્ક જતો કરીને મને રહેમરાહે નોકરી અપાવવાનો ઉપકાર કરનાર હૈયાત ભગવાન પૂજ્ય માતૃશ્રીના આશીર્વાદ સાથે સરકારશ્રીની સેવા પ્રારંભ કર્યાંને 35 વર્ષ પૂર્ણ થય ગયા છે, જે પ્રસંગે તેઓશ્રીને વંદન ! ! 🙏
રહેમરાહે જુનીયર કારકુન તરીકે શરૂઆત કરીને નાયબ ચીટનીશ તરીકેની સરકારશ્રીની સેવા દરમ્યાન સરકારશ્રી દ્વારા નિર્ધારિત પધ્ધતિથી ફરજ બજાવવાનો પ્રમાણિક પ્રયત્ન કરેલ છે જેનો આત્મ સંતોષ છે. હવે સરકારશ્રીની સેવામાંથી નિવૃત થવાને ૬ મહિના જેટલો સમય શેષ રહેલ છે ત્યારે આટલી લાંબી સફર દરમ્યાન ત્રણ ટ્રાયલે મેટ્રીક પાસ થવાની તથા વહીવટી અજ્ઞાનતાની મારી ખામીઓને નજર અંદાજ કરીને સાથ નિભાવનાર સૌ અધિકારીશ્રીઓ/કર્મચારીઓશ્રીઓ તથા જીવનના તમામ તબક્કે સહયોગ અને માર્ગદર્શન આપનાર સૌ સગાં-સ્નેહિ અને મિત્રો-શુભેચ્છકોના આભાર સાથે પ્રણામ ! ! 🙏
પૂજ્ય પિતાશ્રીને 36 મી પુણ્યતિથી નિમીત્તે શ્રદ્ધાંજલી સાથે વંદન ! ! (ગત ૧ લી તારીખના રોજ) 🙏
પિતાશ્રીની અચાનક વિદાયથી આવેલ ભૂકંપના આફટર શોક હજી પણ પીડા આપી જાય છે. તેમના આશીર્વાદથી બધું છે પણ તેઓ નથી તેનો અફસોસ કાયમ પરેશાન કરે છે. તેઓશ્રીના બલીદાનના વૃક્ષ ઉપર પાકેલ ઉત્તમ ફળોનો સ્વાદ માણી રહ્યો છું. સમગ્ર પરિવાર ઉપર તેઓશ્રીના આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના ! ! 🙏
તેઓશ્રીએ કંડારેલી કેડી ઉપર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું, ઈશ્વર મને સહાય કરજે ! ! 🙏
તારીખ મુજબ લ્યો તો વધારે સારૂં રહેશે.
પિતાશ્રી એ જમાનામાં અંગ્રેજી સાથે મેટ્રીક પાસ હતા.
પંચાયતી રાજની સ્થાપના પહેલાં તલાટી-કમ-મંત્રી તરીકે નોકરીમાં જોડાયેલ, પારિવારિક કારણોસર તેમાંથી બદલી કરાવીને જુનીયર કારકુન તરીકે જોડાયેલ તથા તાલુકા પંચાયત-જામનગરમાં 10 વર્ષ કરતાં વધારે સમય ફરજ બજાવેલ. અવસાન સમયે સીનીયર કારકુન તરીકે જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં નોકરી કરતાં હતા.
દરરોજ સવારે 9-30 વાગ્યે જમવા બેસી જતાં અને ચાલીને ઓફીસે 10-15 વાગ્યે પહોંચી જતાં અને સૌથી છેલ્લે ઓફીસ છોડતા હતા. કામ પ્રત્યેની નિષ્ઠા અને ઈમાનદારીના કારણે સૌને માટે આદરને પાત્ર બની રહેલ હતા…
પિતાશ્રીના ગુણો જીવનમાં ઉતારવા સતત પ્રયત્નશીલ રહ્યો છું…
ઇશ્વર જાણે કેટલો સફળ રહ્યો છું…”





