AHAVADANGGUJARAT

વઘઈ APMC દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલ હોય જેની સામે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કાર્યવાહી કરવા બાબતે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ એપીએમસી ને લઈને ડાંગ જિલ્લાના બે જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી હતી.ત્યારે આ માહિતીમાં એપીએમસી દ્વારા  ગેરરીતિ આચરવામાં આવી રહેલ હોય તેવું જણાય આવ્યુ હતુ.આ ગેરેરીતિને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા, બંને જાગૃત નાગરિકોએ ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિતમાં રજૂઆત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.વઘઈના નાનીદાબદર ખાતે રહેતા જમનાદાસ જીવલભાઈ વાઢુ (વાડેકર)  અને આહવાના વાસૂર્ણા ખાતે રહેતા  મોતીલાલ સોમાભાઈ ચૌધરીએ એપીએમસી વઘઈ ની આર.ટી.આઈ. (માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ ) કરી માહિતી માંગી હતી. જે બાદ જવાબદાર અધિકારી દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવી હતી.માહિતીની તપાસણી કરતા કેટલીક  ગેરરીતી આચરવામાં આવેલ હોય તેવું જણાય આવ્યુ હતુ. જે બાદ આ બંને જાગૃત નાગરિક દ્વારા આહવાના મદદનીશ જિલ્લા રજિસ્ટાર સહકાર મંડળી ને આ અંગે તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી. જોકે આ મામલે કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી.તેમજ આ બંને જાગૃત નાગરિક દ્વારા 13 જેટલા મુદ્દાઓને લઈને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે દુકાન નં. 1 થી 7 અને હરાજીમાં તથા દુકાનો નં.11,12,6,31,36,37,38 અને  39 ને હરાજીમાં ગેરરીતી આચરવામાં આવેલ હોય જેની તપાસ કરવા, એપીએમસીની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરવા માટે લાયકાત ના હોવા છતાં પણ ચૂંટણી લડી ચેરમેન બનાવવામાં આવ્યા હોય, ખેડૂત માટે કેન્ટીન અને મીટીંગ હોલ પાછળ જે ખર્ચ કરેલો હોય એમાં કેન્ટીન ની વ્યવસ્થા નથી અને ખેડૂતોને કોઈ યોજના કે બાબતો માટે મિટિંગમાં બોલાવવામાં આવેલ નથી ત્યારે આ ખર્ચ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહ્યો હોય આવા અનેક મુદ્દાઓને લઈને આ બંને જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!