GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Rumala: ઉમરગામથી પ્રસ્થાન કરાયેલા જનજાતિય ગૌરવરથનું ચીખલીના રૂમલા ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*કાર્યક્રમમાં આદિવાસી સમાજ દ્વારા ઘેરૈયા નૃત્ય, તુર નૃત્ય અને કાંહળી નૃત્ય રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા*

મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી માટે અંબાજીથી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ રથયાત્રા નીકળેલી છે. આ રથયાત્રા આજે નવસારી જિલ્લાના ખેરગામથી પ્રસ્થાન કરી હાલ ચિખલી તાલુકાના રૂમલા ગામે પહોંચી હતી, જ્યાં લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા રથનું આનંદપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ડાંગ ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના ઘેરૈયા નૃત્ય, તુર નૃત્ય અને કાંહળી નૃત્ય રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોએ આદિવાસી સમાજની ઝાંખી સમાન વારલી પેઇન્ટીંગ ધરાવતી કોટી ભેટરૂપે મહાનુભવોને અર્પણ કરી હતી. મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમના અંતે જનજાતિય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સુરખાઇ ખાતે જવા પ્રસ્થાન કરાવી હતી.

Back to top button
error: Content is protected !!