BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં રન ફોર યુનિટી-2025 કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.

સમીર પટેલ, ભરૂચ

આજ રોજ 31 મી ઓક્ટોબરના રોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં રન ફોર યુનિટી-2025 કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.

કાર્યક્રમનો પ્રારંભ સવારે 7 વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચથી કરવામાં આવ્યો હતો.એસપી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ કલેક્ટર એન.આર.ધાંધલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દોડનું માર્ગ કલેક્ટર કચેરીથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ – પાંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થયું હતું.કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કરી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા શપથ લેવાયો હતો.

આ અવસરે જિલ્લા પદાધિકારીઓ, સરકારી કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, ખેલાડીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક રાષ્ટ્રપ્રેમી ભરૂચવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સરદાર પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે યોજાયેલી આ દોડમાં એકતા, એકરૂપતા અને દેશભક્તિનો ઉમળકો જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!