GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિતે “રન ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું.

મહીસાગર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિતે “રન ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, મહીસાગર જિલ્લામાં “રન ફોર યુનિટી” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ દોડમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો છે. શરૂઆતમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ના સપથ લીધા ત્યારબાદ આ એકતાની દોડ લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહિલા પોલીસ ચોકી (સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ) સુધી એકતાના સંદેશની સાથે સંપન્ન કરવામાં આવી હતી.

આ “રન ફોર યુનિટી” નો ઉદ્દેશ્ય “એક ભારત આત્મનિર્ભર ભારત” ના વિચારને મૂર્તિમંત કરવાનો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલો આ દોડ કાર્યક્રમ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.

આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઑ પોલીસ વિભાગના જવાનો તેમજ નાગરિકો ખાસ ઉપસ્થિત રહીને આયોજન ને સફળ બનાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!