GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગોંડલ તથા જામકંડોરણા ખાતે મતદારોમાં ઉત્સાહ જગાવવા માટે યોજાઈ “રન ફોર વોટ”

તા.૫/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૭મી મેના રોજ નાગરિકોને સહ પરિવાર અચૂક મતદાન કરવા અપીલ

Rajkot: લોકશાહીનો અવસર એટલે કે લોકસભાની ચૂંટણીમાં “મતદાનનો અવસર” આવી પહોંચ્યો છે. ૭મીએ મેના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.

જે અંતર્ગત જામકંડોરણા તથા ૭૩- ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં “રન ફોર વોટ” યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન તળે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં શહેરમાં આવેલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતેથી સવારે ૬:૩૦ કલાકે “રન ફોર વોટ રેલી”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે માંડવી ચોક, કડિયા લાઈન, ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી થઈ નવી કોર્ટ બિલ્ડીંગ, અલખ ચબૂતરો, પેલેસ ઓર્ચાર્ડ, શ્યામ વાડી થઈ અને સંગ્રામજી હાઇસ્કુલ ખાતે પરત ફરી હતી. જેમાં ગોંડલના પ્રબુદ્ધ નાગરિકોએ ભાગ લઈને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં આશરે ૭૨૫ જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો.

આ રેલીમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા, મામલતદાર શ્રી ગોંડલ (શહેર) દિપક ભટ્ટ, મામલતદાર શ્રી ગોંડલ (ગ્રામ્ય) રાહુલ ડોડીયા, એસઆરપી ડીવાયએસપી શ્રી એમ.ડી. પરમાર તથા પીઆઇ શ્રી એચ. ડી. લોખિલ, ડિસ્ટ્રીક સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી રમાબેન મદ્રા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉકાવાલા તેમજ ગોંડલ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એસઆરપી ગ્રુપના જવાનો, સુવર્ણભૂમિ સ્પોર્ટ્સ ક્લબ, યોગા ક્લબ,ગોંડલ સાયકલ ક્લબ તથા ક્રિકેટ ક્લબ ઓફ ગોંડલના મેમ્બર્સ અને શાળા સંચાલકશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે સૌએ નાગરિકોને સાતમી મેના રોજ અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગોંડલમાં યોજાયેલી આ “રન ફોર વોટ”એ મતદાન માટે નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જગાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!