રનર્સ અપ-જામનગર જિ.પંચાયત

ક્રિકેટ ટુર્નામેન્ટ-આંતર જી.પં. હરીફાઇ યોજાઇ
જામનગર (ભરત ભોગાયતા)
અંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર જીલ્લા પંચાયતની ટીમ રનર્સ અપ થયેલ છે
૩૨ મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુનાર્મેન્ટ જે ટુનાર્મેન્ટ સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલ હતી જે ૨૦-૨૦ ફોરમેટ માં અને સીઝન બોલ થી રમાડવામાં આવેછે. આ ટુનાર્મેન્ટ માં ગુજરાત રાજ્ય ની ૩૧ જીલ્લા પંચાયતે ભાગ લીધેલ હતો. જેમો જીલ્લા પંચાયત જામનગર ની ટીમ પ્રથમ રાઉન્ડ માં અમદાવાદ અને ગયા વર્ષ ની વિજેતા ટીમ આણંદ ને હરાવી ટોપ-૪ માં પહોચી હતી ત્યારબાદ ક્વાટર ફાઈનલ માં નવ વખત વિજેતા રહેલ સુરત ની ટીમ ને હરાવી સેમીફાઈનલ માં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ સેમીફાઈનલમાં રાજકોટ ની ટીમ ને હરાવી ફાઈનલ માં પ્રવેશ કર્યો હતો .ફાઈનલ મેચ માં મહેસાણા ટીમે પ્રથમ દાવ લેતા ૧૭૫/૫ રન કાર્ય હતા. જામનગર ટીમ ૧૩૮/૮ કરી રનર્સઅપ રહી હતી. અગાઉ ૨૦૦૮ માં રનર્સઅપ અને ૨૦૦૯ માં વિજેતા થયેલ છે.
______________________
bharat g. bhogayata
journalist (gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU)
jamnagar
8758659878






