ARAVALLIGUJARATMODASA

સાબરડેરી : 15 ડિરેક્ટર અને બંને જીલ્લા ભાજપ સંગઠનની હાર,જશુ પટેલની ભવ્ય જીત જશુભાઈ એ કહ્યું મને પણ ધમકી મળી હતી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સાબરડેરી : 15 ડિરેક્ટર અને બંને જીલ્લા ભાજપ સંગઠનની હાર,જશુ પટેલની ભવ્ય જીત, જશુભાઈ એ કહ્યું મને પણ ધમકી મળી હતી

સાબરડેરીની ચૂંટણીમાં બાયડ કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય અને સહકારી ક્ષેત્રના કિંગ જશુભાઈ પટેલનો અરવલ્લી જીલ્લા ભાજપ મહામંત્રી હસમુખ પટેલની કારમી હાર            સાબરડેરીમાં જશુભાઈ પટેલની જંગી જીત પછી બાયડના અપક્ષ અને ભાજપને સમર્પિત ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામુ નહીં આપેની ચર્ચા

સાબરડેરી ચૂંટણીમાં ભાજપના મેન્ડેટધારી ઉમેદવારની કારમી હાર થતાં તેના પડઘા ગાંધીનગર થી લઇ છેક દિલ્હી સુધી પડ્યા

સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીમાં 575 મત સામે હરીફ ઉમેદવારને માત્ર 326 મતથી સંતોષ માનવો પડ્યો        સાબરડેરી નિયામક મંડળની 16 બેઠકો માંથી ભાજપે 16 બેઠકો માટે મેન્ડેટ આપતાં 15 બેઠક પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ ઉમેદવારી પરત કરી લેતા સાબરડેરીના ડિરેક્ટર પદની 15 બેઠક બિનહરીફ થતાં અનેક સહકારી અગ્રણીઓનું સાબરડેરીમાં રાજ કરવાનું સ્વપ્ન રોળાયું હતું જ્યારે માલપુર બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સહકારી અગ્રણી જશુભાઈ શિવાભાઈ પટેલે ઉમેદવારી યથાવત 1 બેઠક માટે ચૂટણીમાં જશુભાઈ પટેલને હરાવવા એક મંત્રી, પાંચ ધારાસભ્ય,15 ડિરેક્ટર અને બંને જીલ્લા ભાજપ સંગઠન એક જૂઠ થઈ ચૂંટણી લડ્યા છતાં ભાજપના મેન્ડેટ આપેલ ઉમેદવારની કારમી હાર થતાં ભાજપમાં સોંપો પડી ગયો હતો સાબરડેરીમાં જીત મળતાં જશુભાઈ પટેલે પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિત માટે લડતો રહીશનો હુંકાર કરી તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સાબરડેરી નિયામક મંડળની માલપુર બેઠકની ચૂંટણી જંગ બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સહકારી માળખાના બાહુબલી ગણતા જશુભાઈ પટેલ સામે અરવલ્લી જીલ્લા ભાજપ મહામંત્રી હસમુખ પટેલ વચ્ચે ખેલાયો હતો ભાજપ માટે નાકનો સવાલ બનેલ એક બેઠક માટે ગાંધીનગરથી કોઇ પણ ભોગે માલપુર બેઠક કબ્જે કરવા માટે એક મંત્રી બંને જીલ્લાના પાંચ ધારાસભ્ય,15 બિનહરીફ જાહેર થયેલ ડિરેક્ટરો અને બંને જીલ્લા ભાજપ સંગઠન દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને તમામ દિવાસ્વપ્નમાં રાચતા હોય તેમ જશુ પટેલની કારમી હાર થસેની હવા ઉભી કરી હતી જોકે વર્ષોથી સાબરડેરીમાં ડિરેક્ટર પદ ધરાવતાં અને પશુપાલકોના હિત માટે લડનારાં જશુભાઈ પટેલે તેમની લોકપ્રિયતા અને સહકારી માળખામાં કુનેહતાના પગલે રવિવારે યોજાયેલ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો જશુભાઈ પટેલનો સાબરડેરીમાં વિજય થતા કોંગ્રેસ ગેલમાં આવી ગયું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!