
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સાબરકાંઠા-અરવલ્લી: સાબરડેરી વિરુદ્ધ રોષ, પશુપાલકોની રજુઆત ઉગ્ર બની – ઘર્ષણ બાદ 1000 થી વધુ સામે ગુનો નોંધાયો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા ચુવાયેલા દુધના ભાવમાં ઘટાડાના વિરોધમાં ઊભેલા પશુપાલકોનો રોષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આંદોલન દરમિયાન હિંમતનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા એકઠા થયેલા હજારો પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ઘટનાને લઈ હિંમતનગરના એ-ડિવિઝન પોલીસ મથકે પોલીસ પર હુમલો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનાઓ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કેસમાં અરવલ્લી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય તથા સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલ, રણજિતસિંહ સોલંકી, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ધર્મેન્દ્રસિંહ જેતાવત, કશ્યપ પટેલ સહિત કુલ ૭૪ આગેવાનો અને પશુપાલકોના ટોળાંમાં લગભગ 1000 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે ઘટનાના સી સી ટી વી ના પગલે અલગ અલગ ટીમો બનાવી શક્તિશાળી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને શોધવા માટે ચકાસણીઓ અને ધરપકડ અભિયાન તેજ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.





