BANASKANTHADEODAR

દિયોદર ગુરુપૂર્ણિમા ના દિવસે બાણ માતાજીના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટી પડ્યા

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાઇ

દિયોદર ગુરુપૂર્ણિમા ના દિવસે બાણ માતાજીના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટી પડ્યા

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાઇ

આજે ગુરુપૂર્ણિમા ના દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દિયોદર ખાતે આવેલ ૫૦૦ વર્ષ જૂના બાણેશ્વરી માતાજી ના મંદિર ખાતે હજારો ની સંખ્યામાં દૂર દૂર થી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા જેમાં દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચા પાણી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાઇ હતી જેમાં અંદાજિત ૧૦ હજાર થી વધુ ભક્તોએ દર્શન નો લાભ લીધો હતો

દિયોદર ખાતે બિરાજમાન બાણેશ્વરી માતાજી ના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા ના દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી ૫૦૦ વર્ષ જૂના આ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ના દિવસે સમગ્ર ગુજરાત માંથી હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતા વર્ષો જૂના આ મંદિર ખાતે દર પૂનમે શ્રદ્ધાળુઓ દર્શન અર્થ આવતા હોય છે જેમાં પાવન દિવસ ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે વહેલી સવાર થી શ્રદ્ધાળુઓ નો ઘસારો જોવા મળી આવ્યો હતો અમદાવાદ,સુરત,રાજકોટ, મહેસાણા, કચ્છ ભૂજ અને રાજેસ્થાન માંથી મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ દર્શન અર્થ આવ્યા હતા જેમાં બાણેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ બાબતે મંદિર ના સંતશ્રી નારાયણદાસ બાપુ એ જણાવેલ કે આ બાણેશ્વરી માતાજી નો ઇતિહાસ અંદાજિત ૫૦૦ વર્ષ જૂનો છે અહી ૨૫ વર્ષ અગાઉ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર ને પરમ પૂજય જગજીવનદાસ બાપુ એ આ મંદિર ને શૂન્ય માંથી સર્જન કર્યું છે દર પૂનમે અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થ આવે છે જેમાં આજે ગુરુપૂર્ણિમા ના દિવસે સમગ્ર ગુજરાત માંથી હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજી ના ચરણો માં દર્શન અર્થ આવ્યા હતા જેમાં દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓ ને કોઈ તકલીફ ના પડે તે માટે મંદિર દ્વારા ચા પાણી ભોજન પ્રસાદ પણ વ્યવસ્થા કરાઇ હતી જેમાં અંદાજિત ૧૦ હજાર થી વધુ ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો

અહેવાલ અલ્પેશ બારોટ દિયોદર

 

 

Back to top button
error: Content is protected !!