સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
**
સંવેદનશીલતા અને પ્રમાણિકતાથી નાગરીકોના કામો ઝડપી પૂર્ણ કરવા પર ભાર મૂકતા કલેક્ટર શ્રી
*******
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
રાજ્યસભા સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં આવાસ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામો અને તેની ગ્રાન્ટ, પવિત્ર યાત્રાધામ વિકાસ અંતર્ગત ગુણભાખરી સ્થળ સંચરાઇમાતા મંદિર વિરેશ્વર, શારણેશ્વર મંદિર વિકાસ માટે કરવામાં આવેલ કામગીરી. તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.
ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ શહેરમાં વીજ લાઈન, લીખી માધ્યમિક શાળાના મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન, હિંમતનગર તાલુકાની આંગણવાડીઓના જર્જરીત મકાન અને તેના રીનોવેશન અંગેની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ભરવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારમાં નેટવર્કના પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી.
વધુમાં આ બેઠકમાં કલેકટર શ્રી એ તમામ વિભાગોએ સંકલનમાં રહી નાગરિકોના પ્રશ્નો ત્વરીત ઉકેલવા કર્મચારીઓને કેપેસિટી બિલ્ડીંગ માટે તાલીમ આપવી, અધિકારીઓની ફિલ્ડ વિઝીટ, ઓફિસમાં સંવેદનશીલતા અને પ્રમાણિકતાથી કામ, ઓફિસોનું વાતાવરણ સુધારવું જેવા પ્રશ્નો પરત્વે ખાસ ધ્યાન આપી અધિકારીઓને કામ કરવા પર ભાર મૂક્યો હતો..
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી. ડો.પાર્થરાજસિંહ ગોહિલ , નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



