સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ મોતીપુરાથી સહકારી સુધીના સર્વિસ રોડ પહોળો કરવા, મેડી ટીંબા માધ્યમિક શાળાનો જમીન અને લીખી મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન, દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ગાંભોઇ ખાતે ફ્લાય ઓવર, શહેરમાં ટ્રાફિક ની સમસ્યા, કડોલી ખાતે સાબરમતી નદી પર બ્રીજ, ખેડતસીયા રોડ પર રેવલે ફાટક, નવા રોડ પર સાઇન બોર્ડ તેમજ રોડ ચાર માર્ગીય બનાવવા રજુઆત, પુરાલ, રણાસન, નવલપુર માર્ગના કામ, ઘોરવાડા, કાણીયોલ માઇનોર સિંચાઇ કેનાલ સહિતના લોકહીતના પ્રશ્નો રજુ કર્યા હતા.
ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો રજુ કરાયા હતા. આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



