અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો :ભિલોડા વિસ્તારમાં ઝરમર વરસાદી ઝાપટુ.!! માલપુર, મેઘરજ વિસ્તારમાં પવન સાથે ધૂરની ડમરીઓ ઉડી

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો :ભિલોડા વિસ્તારમાં ઝરમર વરસાદી ઝાપટુ.!! માલપુર, મેઘરજ વિસ્તારમાં પવન સાથે ધૂરની ડમરીઓ ઉડી
અરવલ્લી જિલ્લાની અંદર અચાનક વાતાવરણ પલટો જોવા મળ્યો હતો ત્યાંરે ફરી એકવાર ખેડૂત ઉપર આફત મંડાઇ રહી હોય તેવો ઘાટ છે બપોરના સમયે વાદળ છાયા વાતાવરણ સાથે પવન સાથે ધૂળ ની ડમરીઓ ઊડી હતી ભિલોડા, માલપુર , મેઘરજ સહિત અનેક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું બદલાયેલા વાતાવરણના કારણે પવન સાથે એકાએક ધુળની ડમરીઓ પણ ઉડી હતી બીજી તરફ ભિલોડા ની અંદર જરમર વરસાદી ઝાંપટાની પણ શરૂઆત થઈ હતી અચાનક વાતાવરણ બદલાતા ખેડૂતોને ચિંતાના વાદરો ઘેરાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે જો વધુ વરસાદ થાય તો તૈયાર થયેલા મકાઈ જેવા પાકને નુકશાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા જગતનો તાત હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે




