જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય હિંમતનગરમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
તારીખ 20 2 2025 ગુરૂવારના રોજ જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય હિંમતનગરમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો. જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા અને વિદાય સમારંભ તેમજ નવનિયુક્ત આચાર્યશ્રી દિનેશભાઈ જે પ્રજાપતિનો આવકાર તથા નિવૃત્ત શિક્ષક શ્રી બી. કે. અસારી નો વિદાય સમારંભ દેવી સરસ્વતી અને પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય આનંદઘનસુરી મહારાજ સાહેબના ચરણ કમળમાં પુષ્પ ગુચ્છ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ કાર્યક્રમમાં શ્રી સોસાયટીનગર વિકાસ મંડળના પ્રમુખશ્રી સી.સી. શેઠ સાહેબ . ખજાનચી શ્રી દિલીપભાઈ શાહ કારોબારી સદસ્યશ્રી અતુલભાઇ દીક્ષિત .બાલકૃષ્ણ ત્રિવેદી. એ .પી .દોશી બકુલેશભાઈ શાહ તેમજ શાળાના ભૂતપૂર્વ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 10 ની વિદ્યાર્થીની યક્ષી પટેલ તેમજ ધોરણ 12 સાયન્સ થી વિદ્યાર્થી મૈત્રી પ્રજાપતિ એ પોતાના મનોભાવ વ્યક્ત કર્યા. હતા. તેમજ શ્રી પી. ડી. દેસાઈએલગભગ દોઢ વર્ષ સુધી આપેલી ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમજ શ્રી સી. એ. પટેલની નિવૃત પછી આપેલ સેવાઓને પણ બીરદાવામાં આવી હતી. આવી હતી આ કાર્યક્રમ સમગ્ર સંચાલન શ્રી એન. ડી. રાવલ તેમજ એમ .આર .પંડ્યા એ કર્યું હતું કાર્યક્રમને અંતે આભાર વિધિ બી .ડી . નાયી કરી હતી. આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો.




