GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ના ફંડ દ્વારા સુપર્ત કરેલ એનિમલ વેક્સિન વાનનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં મધ્ય ગુજરાત કંપની લીમીટેડના ફંડ દ્વારા સુપ્રત કરેલ એનિમલ વેક્સિન વાનનું ઉદ્દગાટન કરવામાં આવ્યુ.*****

 

અમીન કોઠારી
મહીસાગર…

 

વેકસીન વાન દ્વારા મહીસાગર જિલ્લાના ૬ તાલુકા ના અંદાજીત ૭ લાખ પશુઓને લાભ મળશે

મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત કંપની લીમીટેડના રૂ. ૨૦,૯૪,૦૦૦ નાં CSR ફંડ ૨૦૨૩-૨૪ માંથી લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ , દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, કલેક્ટરશ્રી અર્પિત સાગર, ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ અને માનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં એનિમલ વેકસીન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી વેક્સિન વાનનું ઉદ્દગાટન કરવામાં આવ્યુ હતુ.

જિલ્લા પશુપાલન વિભાગને સુપ્રત કરેલ આ વેક્સિન વાન વિશે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર જણાવ્યુ હતું કે આ વેકસીન વાન દ્વારા મહીસાગર જિલ્લાના ૬ તાલુકા ના અંદાજીત ૭ લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમારી સામે રક્ષણ આપવા ઇમ્યુનાઇઝેશન દ્વારા જીવલેણ બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે. તથા આકસ્મિક રોગચાળા સમયે પશુઓને તાત્કાલિક રસીકરણ અને સારવાર આપવા માટે પણ આવશ્યક સંજોગો કામગીરી લાઇ શકાશે.

આ વેકસીન વાન દ્વારા આકસ્મિક ડિઝાસ્ટર લાગત કામગીરીમાં પશુઓને જીવન દાન મળશે, આ વેકસીન વાન દ્વારા પશુપાલકોના મોંઘા પશુઓને જીવનદાન આપી બીમારી સામે બચાવી અને પશુપાલકોને આર્થીક નુકશાનીથી બચાવી શકાશે.

Back to top button
error: Content is protected !!