ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા ની વિશેષ બેઠકમાં દાતાશ્રીઓનું સન્માન
ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા ની વિશેષ બેઠકમાં દાતાશ્રીઓનું સન્માન સંગઠનના હોદ્દેદારોનું સન્માન અને તાલુકા કારોબારીની રચના કરવામાં આવી ભારતીય કિસાન સંઘ દ્વારા રાષ્ટ્ર લેવલે સદસ્યતા અભિયાન નું કાર્ય પૂર્ણ થતા દેશભરમાં તમામ રાજ્યના તમામ જિલ્લામાં તાલુકા સમિતિની રચનાની અત્યારે ચાલી રહેલ છે જે મુજબ આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન મારફત ચામુંડા જીન વરતોલ ખાતે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શામળ કાકા અને જિલ્લા પ્રમુખશ્રી અમૃતભાઈ અને કોસા અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ ની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી સભામાં ભાગ લીધેલ હતો સભામાં દીપ પ્રાગટ્ય અને ધ્વજારોહણ બાદ કિસાન ગીતથી શરૂઆત કરી સ્વાગત પ્રવચન તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ પટેલ કરેલ સદસ્યતા અભિયાનનો રિપોર્ટ તાલુકા મંત્રીશ્રી અરવિંદભાઈ આપેલ જ્યારે 11,000 થી 51,000 નો દાન સુધીના દાતા હિંમતનગર બલરામ ભવનના સન્માન યોજવામાં આવેલ હતું અને સંગઠનની શરૂઆતથી તાલુકા પ્રમુખ અને તાલુકા મંત્રી થી થઈ રાષ્ટ્રીય મંત્રી સુધીના હોદ્દેદારોનું બહુમાન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલે સંગઠનના વિવિધ લાભો અને પાક વિમા ની 2019 ની બાકી રકમ અંગે કરેલ રજૂઆત તેમજ વડાલી તાલુકાના કરા પડવાથી થયેલ નુકસાનનું અંગે સરકારમાં કરેલ રજૂઆત વિશે જણાવેલ હતું તેમ જ સંગઠનથી થતા વિવિધ લાભો અંગે સૌને વાકેફ કરેલા હતા તેમજ તમામ ગ્રામ સમિતિઓને સક્રિય કરવા માટે ભાર મુકેલ હતો આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન જિલ્લા પ્રમુખશ્રી અમરતભાઈ જિલ્લા કોસાધ્ય શ્રી ઈશ્વરભાઈ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળ કાકા એ કરેલ અને નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે જશુભાઈ અને મંત્રી તરીકે શ્રી અરવિંદભાઈ અને કોષાધ્યક્ષ તરીકે શ્રી રેવાભાઇ પટેલની નિયુક્ત કરેલ હતા સમગ્ર કાર્યક્રમનો સંચાલન પૂર્વ મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ કરેલ હતું આ પ્રસંગે ચામુંડા જીનના શ્રી મુકેશભાઈ શ્રી પ્રવીણભાઈ અને શ્રી અશ્વિનભાઈ નું આભાર માની સન્માન કિસાન સંઘ તરફથી કરવામાં આવેલ હતું આભાર વિધિ રેવાભાઇ પટેલે કરેલ હતી