અરવલ્લી જિલ્લાના ૧૭ યાત્રિકો કેદારનાથ ધામની યાત્રાએથી પરત ફરતા વરસાદ તેમજ લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાતા. ગણતરીના કલાકોમાં જ સલામત રીતે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા

અરવલ્લી જિલ્લાના ૧૭ યાત્રિકો કેદારનાથ ધામની યાત્રાએથી પરત ફરતા વરસાદ તેમજ લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાતા *માન. સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના* અથાગ પ્રયત્નો થી ગણતરીના કલાકોમાં જ હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને સલામત રીતે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવતા યાત્રિકોએ *માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા* નો અઘણીત આભાર વ્યક્ત કર્યો.
*માન. સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા* ને વહેલી સવારે જાણ થતા જ ફોન તેમજ પત્ર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ના કાર્યાલય ને જાણ કરતા *માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ* દ્વારા રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી..
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના ૧૭ જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર શ્રી આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધીને આ ફસાયેલા આપણા અરવલ્લી જિલ્લાના યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.
ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વાતાવરણ ક્લિયર થતાં જ અરવલ્લી જિલ્લાના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.
અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી શ્રી મનોજભાઈ પોતે સહુ યાત્રિકોને ટુંકા સમયમાં સહિ સલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે *માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* *સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા* તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસ.ઈ.ઓ.સી.ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે સાંસદશ્રીએ દેશના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ, ઉત્તરાખંડ ના મુખ્યમંત્રીશ્રી પુષ્કરસિંહ ધામી, મુખ્ય સ્ટેટ ડિઝાસ્ટર અધિકારીશ્રી ગાંધીનગર, કલેક્ટરશ્રી સાબરકાંઠા અને કલેક્ટરશ્રી અરવલ્લી ને પણ વહેલી સવારે ફોન તેમજ પત્ર દ્વારા જાણ કરી હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ


