SABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ૩૯ વર્ષીય આશ્લેષ પંડ્યા છેલ્લા ૨૧ વર્ષથી રક્તદાન કરી અત્યાર સુધીમાં ૮૨ વખત રક્તદાન કર્યું

આશ્લેષ પંડ્યા છેલ્લા ૨૧ વર્ષથી રક્તદાન કરી અત્યાર સુધીમાં ૮૨ વખત રક્તદાન કર્યું
******
થેલેસેમીયા પીડીત બાળકો માટે ખાસ રક્તદાન કરે છે
******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ૩૯ વર્ષીય આશ્લેષ પંડ્યા છેલ્લા ૨૧ વર્ષથી રક્તદાન કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે ૮૨ વખત રક્તદાન કરી અન્ય લોકો માટે પ્રેરણા રૂપ બન્યા છે.
આશ્લેષ ભાઈ જણાવે છે કે, એકવાર બાળપણમાં રક્તદાન વિશે સાંભળ્યું ત્યારથી જ વિચાર્યું હતું કે ૧૮ વર્ષની ઉંમર થતાં જ હું રક્તદાન ની શરૂઆત કરીશ. પ્રથમ વખત ૭મી માર્ચ ૨૦૦૩માં રક્તદાન કર્યું હતું. ત્યારબાદ દર ત્રણથી ચાર મહિને વર્ષમાં ૩ થી ૪ વખત રક્તદાન કરે છે.
આશ્લેષભાઈ જણાવે છે કે, પોતે ખાસ કરીને થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન કરે છે. રક્તનો કોઈ વિકલ્પ નથી. એક વ્યક્તિએ કરેલ રક્તદાન અનેક લોકોને જીવનદાન આપી શકે છે. અત્યાર સુધીમાં આશ્લેષભાઈએ ૮૨ વખત રક્તદાન કર્યું છે. તેઓ જણાવે છે કે દરેક પુક્ત અને તંદુરસ્ત વ્યક્તિએ રક્તદાન કરવું જોઇએ. રક્તદાનથી કોઇ પણ જાતની તકલીફ પડતી નથી.
આશ્લેષભાઈ વ્યવસાયે મોટર મિકેનિકલનું કામ કરે છે. જે શારીરિક મહેનતનું કામ હોવા છતાંય રક્તદાન થી તેમને ક્યારેય તકલીફ નથી થઈ.
આશ્લેષભાઈના આ સેવા કાર્ય બદલ રેડ ક્રોસ સોસાયટી હિંમતનગર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આશ્લેષભાઈ અન્ય લોકોને રક્તદાન કરવા અપીલ કરે છે. રક્તદાન મહાદાન છે જે અનેક લોકોને જીવન દાન આપી શકે છે માટે આવો સૌ રક્તદાન કરીએ જીવન બચાવીએ.

Back to top button
error: Content is protected !!