હિંમતનગર ખાતે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ગૌ માતાને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઈ
*હિંમતનગર ખાતે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ગૌ માતાને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઈ*
****
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ધાણધા ફાટક નજીક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ગૌ માતાને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઈ હતી. ધાણધા ફાટક નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કર વાગત એક ગૌમાતાનો અકસ્માત થયો હતો.જેની જાણ જીવદયાપ્રેમી પ્રવીણ સિંહને થતા પશુ પાલન તેમજ ઈ. એમ. આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી ૧૯૬૨ એનિમલ ટોલ ફ્રી હેલ્પ લાઈન માં કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને મળતા ફરજ પર ના પશુ ચિકિત્સક ર્ડો. સ્વીટી બેન પટેલ તાત્કાલિક પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા.ઘટના સ્થળે પહોંચતા ગાયને જોતા મોઢાના ભાગે વધુ ઈજાઓ અને વધારે પડતું લોહી નીકળતું હોય તેવુ જણાતા તાત્કાલિક ઓપરેશન કરી ટાંકા લેવા પડે તેમ હતું.પરંતુ અકસ્માતમા ઘવાયેલ ગૌમાતા પકડમાં આવે તેમ ન હતા. જેથી રબારી સમાજમાં થી દશું ભાઈ દેસાઈ તેમજ અન્ય રબારી સમાજ ના જીવદયા પ્રેમી માણસોને બોલાવી ગૌમાતાને પકડવામાં આવ્યા હતા અને મોઢા ના ભાગે અંદાજે ૩૦ જેટલાં ટાંકા લઇ જરૂરી સારવાર પુરી પાડવા માં આવી હતી. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ની આ કામગીરી ને જીવદયા પ્રેમી જનતા દ્વારા બિરદાવવા માં આવી હતી આમ ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન મૂંગા પશુ પક્ષી માટે વરદાન રૂપ સાબિત થઇ હતી.