પત્રકાર એક્તા પરિષદનું પ્રતિનિધિ મંડળ મુખ્ય મંત્રી ને મળ્યું ને 12 પ્રશ્નો ની રજૂઆત કરી..

અહેવાલ:- પ્રતિક ભોઈ
પત્રકાર એક્તા પરિષદનું પ્રતિનિધિ મંડળ મુખ્ય મંત્રી ને મળ્યું ને 12 પ્રશ્નો ની રજૂઆત કરી..
બોટાદ ધારાસભ્ય પત્રકાર એકતા પરિષદ ની ટીમ સાથે જોડાઈ એમણે પણ લેખિત રજૂઆત કરી..
વર્ષો થી પત્રકારો ના પડતર પ્રશ્નો ના ઉકેલ માટે મુખ્ય મંત્રી દ્વારા ટેબલ ટોક બેઠક્યોજવા ખાતરી આપી..
પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના નેતૃત્વ માં પ્રતિનિધિ મંડળ કે જેમાં જિલ્લા પ્રમુખો,પ્રદેશ ઉપ્રમુખ,મહા મંત્રી મંત્રી સહિત સાબરકાંઠા જિલ્લા પ્રતિનિધિ મંડળ પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા ઝોન પ્રભારી મનોજભાઈ રાવલ જિલ્લા પ્રતિનિધિ રાજુભાઈ જોન પ્રતિકભાઇ ભોઈ આઇટી સેલ ઓમ મલેશિયા હોદ્દેદારો ની હાજરીમાં મુખ્ય મંત્રીને મળી લેખિત રજૂઆત માટે આજે બોટાદ ધારાસભ્ય ના પ્રયાસ થી મુખ્ય મંત્રી નો સમય લઈ 12 પ્રશ્નો ની રજૂઆત લેખિત માં કરી હતી.
પત્રકારો ની વર્ષોથી પડતર માંગણીઓ ને વાચા આપવા મુખ્ય મંત્રીએ તત્પરતા દેખાડી વહેલી તકે ટેબલ ટોક કરી ઉકેલ લાવવા ખાતરી આપી હતી.સમગ્ર માંગણીઓ માં બોટાદ ધારાસભ્ય દ્વારા પણ લેખિત રજૂઆત કરી વહેલી તકે ઉકેલ માટે ભલામણ કરી હતી..
બોટાદ ધારાસભ્ય દ્વારા વિધાનસભા છત્ર દરમિયાન જુદા જુદા જિલ્લાના પત્રકારો ને વિધાનસભા ની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપી પત્રકારો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી..


