તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ,આર એસ એસ ના કાયૅકર્તાઓ અને દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારો નીં વચ્ચે વિદાય સમારંભ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
તલોદ તાલુકામાં આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા સંચાલિત કપાસ શંસોધન કેન્દ્ર ના મિટિંગ હોલમાં વય મર્યાદા ના લીધે કૃષિ નિષ્ણાત નિવૃત્ત થઈ રહેલા જે એમ પટેલ સાહેબ શ્રી ના નિવૃત્તિ કાયૅક્રમ માં હાજર દાંતીવાડા, વિજાપુર, ભિલોડા, ખેડબ્રહ્મા અને લાડોલ ખેતીવાડી ફાર્મ ના કમૅચારીઓ, તેમના પરિવારજનો ,આજુબાજુના સગા સંબંધીઓ , સામાજીક કાર્યકરો તેમ જ વિવિધ ખેતીવાડી શાખા ના વૈજ્ઞાનિકો અને તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ,આર એસ એસ ના કાયૅકર્તાઓ અને દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારો નીં વચ્ચે વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી, પ્રાથૅના કરીને જે એમ પટેલ સાહેબ શ્રી નું શેષ જીવન સુખમય, નિરોગી, તંદુરસ્ત અને સ્વસ્થ રહે લાંબુ આયુષ્ય માટે દરેક કાયૅ કર્તાઓ એ પરમ કૃપાળુ પરમાત્મા ને આહવાન કર્યું હતું તલોદ તાલુકાના દરેક સમાજના આગેવાનો દ્વારા મોમેટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ અને વિવિધ સંસ્થાઓ દ્વારા મોમેનટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિ અને R S S ના કાયૅકરો દ્વારા પણ સાલ ઓઢાડી પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતુ અને છેલ્લે સમુહમાં સાથે ભોજન લઈ જે એમ પટેલ સાહેબ શ્રી નું શેષ જીવન તંદુરસ્ત, નીરોગી , સુખી અને સમૃદ્ધ રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાથૅના કરી ધન્યતા અનુભવી હતી


