SABARKANTHA

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સાબરકાંઠા ધ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત આકસ્મિક ચેકીંગ કરી રૂ. ૧૯૭૦૦/- નો દંડ વસુલાયો.

અહેવાલ:- પ્રતિક ભોઈ

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સાબરકાંઠા ધ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત આકસ્મિક ચેકીંગ કરી રૂ. ૧૯૭૦૦/- નો દંડ વસુલાયો.

સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ ટોબેકો કંટ્રોલ સેલ, ગાંધીનગરની સુચના અને જિલ્લા કલેકટરશ્રી ડો. રતનકંવર ગઢવીચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત આકસ્મિક ચેકીંગ કરી રૂ. ૧૯૭૦૦/- નો દંડ વસુલાયો.
તમાકુ તથા તેની બનાવટોના વપરાશથી સગર્ભામાતાથી વૃધ્ધાવસ્થા સુધીમાં હ્રદયરોગ, લોહીનું ઉંચુ દબાણ, ડાયાબિટિસ, કિડની ના રોગો, કેન્સર, સગર્ભાવસ્થામાં થતી કસુવાવડ, ઓછા વજનના બાળક જન્મવા, હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જવું, નાના બાળકોમાં થતી બિમારીઓ, અસ્થમા, સહિતની બિમારિઓ લાગુ પડી શકે છે. આ બિમારીઓના પ્રમાણ ઘટાડવાના ઉમદા આશયથી સાબરકાઠાં જિલ્લામાં શાળાઓમા આરોગ્યના નોડલ શિક્ષકો સહિત બાળકોને વ્યસનમુકત જીવન તેમજ તમાકુથી થતા ગંભીર રોગો અંગે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સાબરકાંઠા અને પ્રાથમિક આરોગ્ય કેંદ્ર્ની ટીમો દ્વારા સમયાંતરે આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે.
શાળા, કોલેજની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટો વેચતા વેપારીઓ સામે કલમ 6- બ અન્વયે કાયદાનું અમલીકરણ કરાવવા જરુરી પગલાં લેવા શિક્ષણાઅધિકારીશ્રી ઓને તથા તમાકુ મુકત શૈક્ષણિક સંસ્થા કાર્યક્રમનું અમલીકરણ કરાવવા શિક્ષણશાખાના સહયોગથી કામગીરી કરાવવા સુચનો આપવામાં આવી છે.
તમાકુ નિયંત્રણ અધિનિયન ૨૦૦૩ના કાયદાની કલમ ૬(અ) હેઠળ ૧૮ વર્ષથી નાની ઉમરની વ્યક્તિને તમાકુની બનાવટ વેચવા કે ખરીદવા ઉપર પ્રતિબંધ અંગેના સુચક બોર્ડ પાન પાર્લરોમાં લગાવેલ ન હોવાથી તેમજ કલમ ૬ (બ) હેઠળ શાળા કોલેજના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ વેચવા ઉપર પ્રતિબંધ હોવાથી તેમજ આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ કે તમાકુની બનાવટોના વેચાણ કરવા અંગે તપાસ કરી જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ ધ્વારા કાયદાના નિયમોનુ પાલન ન કરતા વેપારી સામે કુલ ૧૩૯ કેસ કરી રૂ.૧૯૭૦૦ /- નો દંડ વસુલવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!