હાલોલ:GFL કંપનીમાં સફળ ઓનસાઈડ મોકડ્રિલ યોજાઈ,ગેસ લીકેજ કરી, કેટલીસ્ટ લીકેજનો સીનેરીઓ ઉભો કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૧૨.૨૦૨૫
ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલ ગુજરાત કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં આજે શનિવાર ના રોજ કંપનીમાં ગેસ ગડતર થયું હોવા અંગેની વાતો આ વિસ્તારમાં વાયુવેગે ફેલાતા ભાગદોડ મચી જવા પામી હતી જોકે આવી પરિસ્થિતિ ની અંદર આવી કોઈ ઘટના બને તો સાવધાનીના ભાગરૂપે કેવા પગલાં ભરવા તેમજ કેવી બચાવ રાહત કામગીરી કરવી તે બાબતનું કંપની દ્વારા મોકડ્રીલ કરવામાં આવ્યું હોવાની વાત માલુમ પડતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. શનિવારના રોજ સવારના સમયે કંપની માંથી ગેસ છૂટતો હોય તેવા ધુમાડા તેમજ સાયરાનો વાગતા આ વિસ્તારની આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આ સંદર્ભે વહીવટી તંત્ર પોલીસ તેમજ સરકારી અન્ય વિભાગો પણ કંપની ખાતે દોડી આવ્યા હતા પરંતુ આ અંગે તંત્ર દ્વારા કંપની સંચાલકોને પૂછતા સંચાલકોએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિ ની અંદર ખરેખર જો દુર્ઘટના બચાવ ની કામગીરી કેવી રીતના કરવી સુરક્ષાના પગલા કેવી રીતે લેવા એ બાબતનું આજે કંપની ખાતે મોકડ્રીલ યોજવામાં આવ્યું હોવાનું કંપની સંચાલકોએ જણાવ્યું હતું.થોડા સમય અગાઉ આ કંપનીમાં દુર્ઘટના બની હતી તેવી જ દુર્ઘટના આજે બની હોવા અંગેની સોશિયલ મીડિયા ની અંદર વાયુવેગે આ બનાવ બન્યો હોવાનું ફેલાઈ જતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.જ્યારે આ અંગે કંપનીના સેફટી હેડ કૌશિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજરોજ અમારી કંપનીમાં આપત્તિ વ્યવસ્થા ના ભાગરૂપે એક મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રિલ સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું જો કે આવી ઘટના બને તો બચાવો અને રાહત કામગીરી કેવી રીતે કરવી તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો.








