સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના ભાટ વિસ્તારમાંથી અસંખ્ય યુવાનો નો સંઘ છેલ્લા નવ વર્ષથી પગપાળા જઈ બાબાને નેજા ચઢાવી દર્શન કરે છે.
રાજસ્થાન ના રણુજા ખાતે આવેલા જગવિખ્યાત બારબીજના ધણી રામદેવપીર ના સમાધી સ્થાનકે જુદાં જુદાં વિસ્તારોમાંથી રામદેવ ભક્તો દર બીજે અને ખાસ કરીને ભાદરવી બીજે રામદેવપીર મહારાજના દર્શન અને આરતી ના દર્શન નો અનોખો મહિમા છે.પરચાધારી રામદેવપીર મહારાજના રણુજા ધામે સાબરકાંઠા જિલ્લામાંથી પણ અસંખ્ય લોકો નેજાધારી સંઘે સાથે રણુજા ભણી પગપાળા જઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના ભાટ વિસ્તારમાંથી અસંખ્ય યુવાનો નો સંઘ છેલ્લા નવ વર્ષથી પગપાળા જઈ બાબાને નેજા ચઢાવી દર્શન કરે છે.આ વખતે દસમા વર્ષમાં આ યુવાનો નો સંઘ પગવાળા રણુજા ભણી જનાર છે.ત્યારે આ સંઘને વિદાય આપવા માટે સમાજ સહિતના તમામ સમાજોના લોકોએ વિદાય સન્માન ની તૈયારીઓ આદરી છે આ સંઘ શિસ્ત બદ્ધ રીતે પોતાની રીતે તમામ સેવાઓ સાથે રણુજા જતો હોય છે જેમાં
સનીભાઈ ભાટ.કાનાભાઈ ભાટ.શાંતિભાઈ ભાટ.પોપટભાઈ ભાટ.જગદીશભાઈ ભાટ.દશરથ ભાઈ ભાટ .અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલ ચેરમેન કુમાર ભાટ સમાજના અન્ય માણસો જોડાયા હતા આ વખતે સંખ્યામાં વધારો થયો હોવાનું જિલ્લા કોંગ્રેસ યુવા આગેવાન કુમાર ભાટ જણાવ્યું છે…
અહેવાલ:- પ્રતિક ભોઈ