શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ…….

અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ…….
આજરોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓની મીટીંગ યોજવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. શાળાના વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રી ટીચર શ્રી ચિરાગભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને ઉપયોગી સુંદર માહિતી આપી. આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી, ટાઈમ મેનેજમેન્ટ, હેલ્થ, પરીક્ષાલક્ષી માહિતી તથા વાલીઓ માટે પણ ઉપયોગી પ્રવચન આપ્યું અને વિદ્યાર્થીઓને વાલીઓને વધારે સારા માર્ક મેળવવા માર્ગદર્શન કર્યું. વાલીઓ ખૂબ ઉત્સાહી જોવા મળ્યા. વાલીઓએ પણ કેટલાક સૂચન કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સુપરવાઇઝર અને સીનીયર શિક્ષક શ્રી પી.જે.મહેતાએ કરી. શાળાના વિજ્ઞાન પ્રવાહના તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા.




