HIMATNAGARSABARKANTHA

*હિંમતનગર ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*હિંમતનગર ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો*
**
પ્રોફેશનલ ફોટો વીડીયો એસોસિએશન દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે સંકોચ હોસ્પિટલ હિંમતનગર ખાતે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો.

દર વર્ષે 19 ઑગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે. આ દિવસે ફોટોગ્રાફી કળાને ઓળખ આપવામાં આવે છે અને ફોટોગ્રાફર્સને પ્રોત્સાહન મળે છે. ફોટા યાદોને કાયમ માટે કેદ કરે છે, સંજ્ઞાન વહેંચે છે અને દુનિયાને નવી નજરે જોવાનું માર્ગદર્શક બને છે.

આ કેમ્પમાં ડોક્ટર અને તેમની ટીમ દ્વારા ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા વિવિધ ચેકઅપ કર્યા હતા. અને જરૂરી એન્ટિબાયોટિક આપવામાં આવી હતી. પ્રોફેશનલ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા કરવામાં આવેલ આયોજનને દરેક ફોટોગ્રાફરે ખુશીથી બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!