અરવલ્લીના મોડાસામાં એક વકીલ પર પોલીસ દ્વારા કથિત હુમલો કરતા ભારે પ્રત્યાઘાત હિંમતનગર સુધી પડ્યા
હિંમતનગરની તમામ કોર્ટમાં વકીલો કામગીરીથી નિષ્ક્રીય રહી વિરોધ નોંધાવ્યો
બાર એસોસિએશન દ્વારા પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
ગત રોજ હિંમતનગર મા મોડાસામાં એક વકીલ પર પોલીસ દ્વારા કથિત હુમલાના વિરોધમાં શનિવારે હિંમતનગરની તમામ કોર્ટમાં વકીલો કામગીરીથી અળગા રહ્યા હતા હિંમતનગર-સાબરકાંઠા વકીલ બાર એસોસિએશન દ્વારા પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું
આ ઘટના ગત તા.૦૨/૧૦/૦૨૫ ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસામાં બની હતી મોડાસા બાર એસોસિએશનના વકીલ ગોપાલ ભરવાડ તેમના અસીલના કામ અર્થે પોલીસ સ્ટેશન ગયા હતા તે સમયે તેમને પોલીસ કસ્ટડીમાં પૂરીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો અને તેમની સાથે બેહુદું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે
આ મામલે હિંમતનગરમાં સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા તાકીદની બેઠક યોજવામાં આવી હતી અને સવારે ૯:૩૦ કલાકે બાર રૂમમાં મળેલી આ બેઠકમાં સર્વાનુમતે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ઠરાવમાં જણાવાયું હતું કે વકીલ કાયદાની ભાષામાં તેમજ એડવોકેટ એક્ટ મુજબ કોર્ટ ઓફિસર છે કોર્ટ ઓફિસર એવા એડવોકેટને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લઈ માર મારવો તે અત્યંત દુઃખદ અને નિંદનીય બાબત છે પોલીસ દ્વારા વકીલ સાથે કરાયેલું બેહુદું વર્તન જરાપણ ચલાવી શકાય તેમ નથી
બાર એસોસિએશને આ મુદ્દાને માત્ર અરવલ્લી જિલ્લાના એડવોકેટ પૂરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલ સમાજ માટે ગંભીર અને કલંકિત પ્રશ્ન ગણાવ્યો હતો તેમણે પોલીસના આવા અમાનુષી અને આપખુદશાહી વર્તનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.
એસોસિએશને અરવલ્લી જિલ્લાના વકીલ ગોપાલ ભરવાડ સાથે કરેલા વર્તન બદલ જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા અને તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી તેમના સમર્થનમાં શનિવારના રોજ અરજન્ટ સહિતની કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
વધુમાં નામદાર કોર્ટોને પક્ષકારોના કેસો જે સ્ટેજે હોય તે સ્ટેજે યથાવત રાખવા અને પક્ષકારો વિરુદ્ધ વોરંટ ઈસ્યુ ન કરવા તેમજ નામદાર કોર્ટના કેસો જે તે સ્ટેજે રાખવા વિનંતી કરવામાં આવી હતી ઠરાવની એક નકલ નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજને અને તમામ નામદાર કોર્ટોમાં મોકલી આપી તેનો અમલ કરાવવા વિનંતી કરવામાં આવી હતી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ઠરાવની એક નકલ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા હિંમતનગરને પણ મોકલવામાં આવી હતી.
મેહુલ પટેલ