હિંમતનગર તાલુકાની રાયગઢ એન. જી.જોષી હાઇસ્કૂલ ખાતે સ્કાઉટ ગાઈડ ની ભવ્ય દિક્ષા વિધિનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર તાલુકાની રાયગઢ એન. જી.જોષી હાઇસ્કૂલ ખાતે સ્કાઉટ ગાઈડ ની ભવ્ય દિક્ષા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિધિમાં આશરે ૫૦ વિદ્યાર્થીઓએ દિક્ષા ગ્રહણ કરી હતી.
સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઇ દિક્ષીતે વિદ્યાર્થીઓને રોજ એક સારા કાર્ય કરવાની પ્રેરણા આપી. અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતી સંગીતાબેન સોનીએ સ્કાઉટ-ગાઇડ બાળકો બીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેમજ રાજ્ય પુરસ્કાર પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપી હતી.આ પ્રસંગે રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોરે સ્કાઉટ ગાઈડ બાળકોને વિધિવત દિક્ષા વિધિની માહિતી તેમજ દીક્ષા અપાવી હતી. ગાઈડ કેપ્ટન કલ્પનાબેન નિનામાઅને રોવર લીડર સંજય રાવલ કાર્યક્રમના સહભાગી બન્યા હતા.સ્કાઉટ ગાઈડ દિક્ષા વિધિના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ઓર્ગેનાઇઝર કમિશનર શ્રીમતી અલકાબેન પટેલ તથા સ્કાઉટ માસ્ટર મોહબતસિંહ સોલંકીએ કર્યું હતું.
શાળાના પ્રિન્સિપાલ શ્રી ઇન્દુભાઈ ભરવાડે વિદ્યાર્થીઓને દિક્ષા ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા સ્કાઉટ ગાઇડના કાર્યક્રમો આગળ પણ શાળામાં યોજાતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.અંતમાં આભારવિધિ તેમજ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.


