
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો તેમજ સ્ટાફ દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ધોરણ-૧ થી ૫ ના બાળકો પ્રાચી, આર્ષ, મિષ્ટિ, પ્રાંજલ, રેઝી, ક્રિશિલ દ્વારા વિવિધ વિષયો પર વકતવ્ય આપ્યું હતું. બાળકોએ રાષ્ટ્રીય તહેવારને અનુરૂપ ગીતો રજૂ કર્યા હતાં. જેની તૈયારી શાળાના શિક્ષિકા આશ્લેષાબેન અને આરમઇતી કીકાએ કરાવી હતી. આ કાર્યક્રમમાં રશિયાથી એલેકઝન્ડા બેન આવ્યા હતાં જેઓ જરથોસ્તી ધર્મ પર પી.એચ.ડી.કરી રહયા છે. તેઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીથી ખૂબ જ પ્રભાવિત થયા હતાં.
પ્રજાસત્તાક પર્વ અવસરે શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલા તેમજ નિવૃત્ત થનારા પટાવાળા બેન ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી આપવામાં આવી હતી. ધોરણ-૧ ના બાળકોએ હારમોનિયમ પર ખૂબ જ આહલાદક અને વિવિધતમાં એકતા દર્શાવતા ગીતની રજૂઆત કરી હતી. જેની તૈયારી શિક્ષિકા પારૂલબેને કરાવી હતી. આચાર્યાશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરમઇતી કીકાએ કર્યુ હતું.





