હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે વિસ્તારમાંથી મારૂતી સ્વિફટ તથા ઇકકો ગાડી પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ. તથા બન્ને ગાડીઓ મળી કુલ્લે કિ.રૂ.૯,૧૩,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે વિસ્તારમાંથી મારૂતી સ્વિફટ તથા ઇકકો ગાડી પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૬ બોટલ/ટીન નંગ-૮૦૪ કિ.રૂ.૧,૧૩,૪૦૦/- તથા બન્ને ગાડીઓ મળી કુલ્લે કિ.રૂ.૯,૧૩,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન પો.કો. નિરીલકુમાર તથા પો.કો. હિમાંશુ નાઓને બાતમી હકીકત મળેલ કે ” સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ VDI ગાડી નંબર- GJ18BG7168 તથા સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી નંબર GJ05RN7929 ના ચાલક ઇસમો રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આર.ટીઓ સર્કલ રોડ તરફ થઇ વિજાપુર રોડ તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે હિંમતનગર થી વિજાપુર જતા હાઇવે રોડ નવાનગર પાટીયા પાસે નાકાબંધી કરી ઉભા હતા દરમ્યાન હિંમતનગર આર.ટી.ઓ તરફથી મારૂતી સ્વિફટ તથા ઇકો ગાડી આવતા ગાડીઓ ઉભી રાખવા પ્રયાસ કરતા બન્ને ગાડીઓ નાકાબંધી તોડી દેરોલ તરફ ભાગવા લાગતા નવાનગર ગોગમહરાજ મંદીર પાસે વાહનોનું બ્લોકીંગ જોતા બન્ને વાહન રોડ ઉપર બીનવારસી હાલતમાં મુકી વાહન ચાલકો ભાગી ગયેલ જેથી સદર વાહન ચેક કરતા સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ VDI ગાડી નંબર GJ18BG7168 ની તથા સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી નંબર GJ05RN7929 ની બન્ને ગાડીઓમાં વિદેશી દારૂનો કુલ પ્રોહી મુદ્દામાલ પેટીઓ નંગ-૨૬ બોટલ/ટીન નંગ- ૮૦૪ કિ.રૂ.૧,૧૩,૪૦૦/- તથા પકડાયેલ બન્ને ગાડીઓની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૯,૧૩,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫(એ)(ઈ), ૮૧,૮૩ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૬ બોટલ/ટીન નંગ-૮૦૪ કિ.રૂ.૧,૧૩,૪૦૦/- મારૂતી સ્વિફટ તથા ઈકો ગાડી કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯,૧૩,૪૦૦/-નો મુદ્દામાલ
આરોપી
(૧) સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ VDI ગાડી નંબર- GJ18BG7168 નો ચાલક
(૨) સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી નંબર GJ05RN7929 નો ચાલક
અહેવાલ:- પ્રતિક ભોઈ


