સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં રમતોત્સવ યોજાયો

17 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં બાલમંદિર અને પ્રાથમિક વિભાગના બાળકોનો રમતોત્સવ યોજવામાં આવ્યો,જેમા બાલમંદિરથી ધોરણ એક થી આઠ ના તમામ બાળકોએ ભાગ લીધો હતો,જેમાં કબડ્ડી, ખોખો,ગોળા ફેંક, સ્લોસાયકલ,સંગીત ખુરશી, લીંબુ ચમચી દોડ,લાંબીદોડ, કોથળા દોડ,વન મિનિટ ગેમ ચોકલેટ ખાવી અને બિસ્કીટ ખાવી વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી, તેમાં તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આજના રમતોત્સવમાં બાલમંદિરના આચાર્ય શ્રીમતી સુનિતાબેન અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ચેતનાબેન મકવાણાના માર્ગદર્શક દ્વારા શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનોએ વિવિધ સ્પર્ધાના બાળકોને તૈયાર કરીને આ રમતોત્સવમાં ભાગ લેવડાવ્યો.કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ આ રમતોત્સવ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે આ રમતોત્સવને બિરદાવ્યો હતો. રમતોત્સવનુ સંચાલન વ્યાયામ શિક્ષકશ્રી પ્રકાશભાઈ પરમારે કર્યું હતું




