SABARKANTHA

ગુજરાત પત્રકાર એકતા પરિષદની મીટીંગ ઈડર મુકામે યોજવામાં આવી

ગુજરાત પત્રકાર એકતા પરિષદની મીટીંગ ઈડર મુકામે યોજવામાં આવી
ગુજરાત પત્રકાર એકતા પરિષદ વિશ્વનું મોટામાં મોટું પત્રકારોનું સંગઠન છે જેમાં ગુજરાત માં 34 જિલ્લા અને 252 તાલુકા મા સંપૂર્ણ સમિતિઓ તેમજ વિદ્વાન ધારાશાસ્ત્રીઓ ની ટીમ સાથે મહિલા પત્રકાર ટીમ સંપૂર્ણ સમિતિ પૂર્ણ કરેલ છે. 10,000 થી વધુ પત્રકારો ગુજરાત પત્રકાર એકતા પરિષદ માંજોડાયેલા છે.
તારીખ- 23/ 7/ 2024 ઇડર મુકામે ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું ઇડર તાલુકા માંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા
વિશેષ આમંત્રિત મહેમાન ગુજરાત પત્રકાર પરિષદ પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા કૃષ્ણવદન સિંહ પુવાર રાકેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તેમની આગેવાની માં સમગ્ર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન સાબરકાંઠા જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ 2024 ગુજરાત પત્રકાર એકતા પરિષદ ચૂંટણી વર્ષ જાહેર કરવામાં આવ્યું હોય સાબરકાંઠા જિલ્લાના સમગ્ર તાલુકાઓ માં નવીન કારોબારી અને બંધારણ ની જોગવાઈ પ્રમાણે સંગઠનની નવરચના કરવામાં આવે છે.
ગઈકાલે સાંજે 5:00 કલાકે ઇડર મુકામે ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વાનુમતે જય ભાઈ સુરતી ને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ઉપપ્રમુખ તરીકે દુર્ગેશભાઈ જયેસ્વlલ ની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર સમિતિ સર્વાનુમતે નક્કી કરવા માં આવી હતી. સાબરકાંઠા જિલ્લાનું સ્વર્ગ સમાન ઇડર વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર મિટિંગનો આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પત્રકાર રફિકભાઈ મુકેશભાઈ ડોડીયાર સંગઠનને મજબૂત બનાવવા માટે પત્રકારત્વ સામેના પડકારો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ભોજન લઈ પત્રકાર મિત્રો દ્વારા કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!