IDARSABARKANTHA

સાબરકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક યોજાઇ

સાબરકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક યોજાઇ
*
સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા)ની બેઠક સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તે માટે સંબંધિત વિભાગે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તેમજ સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ નો ઉપયોગ સબંધિત હેતુ માટે થાય તે જરૂરી છે.

આ દિશાની બેઠકમાં સોઇલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી અંતર્ગત થયેલ કામગીરી, વ્યક્તિગત અને સામુહિક શૌચાલયની કામગીરી, પાણીના સ્ત્રોતોની સફાઇ, આવાસ યોજના, બેટી બચાવ બેટી પઠાઓ, ગટરના પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો, જનની શિશુ સુરક્ષા યોજના, સરવે કામગીરી, આંગણવાડીના મકાન, શાળાઓના મકાન- મેદાન, નળ સે જળ યોજના, શિક્ષણ, પશુપાલન, રોજગાર તાલીમ, નેશનલ હાઇવે, સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય આરોગ્ય મીશન અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિત વિવિધ વિભાગોની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, સહિત વિવિધ પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!