DAHODGUJARAT

દાહોદ અર્બન હોસ્પિટલ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવરનેસ કેમ્પેઇન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

તા. ૨૬. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ અર્બન હોસ્પિટલ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવરનેસ કેમ્પેઇન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 

ઇટ્સ ટાઇમ ફોર એકશન “થીમ અંતર્ગત વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી

આજ રોજ તા ૨૬/૦૭/૨૦૨૪ના રોજ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી ના ભાગરૂપે નેશનલ વાઇરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે હેલ્થ ફાઉન્ડેશન રીસર્ચ સેન્ટર અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ તથા ટી. આઇ પ્રોજેક્ટ અને દિશા ડાપકું તથા ઝાયડસ બ્લડ બેંક ના સહયોગથી અવરનેશ કેમ્પેઈન તથા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત એચ આઇ વી ટીબી ઓફિસર ડૉ આર. ડી. પહાડીયા તથા સંસ્થાના વડા પ્રમુખ સંદીપ શેઠ, ઉપપ્રમુખ અનિલભાઈ દેસાઈ, સંસ્થાના મંત્રી તેમને ટી. આઈ. પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ, સહમંત્રી  વિકાસભાઈ ભુતા, સહમંત્રી ઉમેશભાઈ શાહ,એસ. આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગ ના પ્રિન્સિપાલ  કે. એલ. લતા મેડમ હાજર રહ્યા હતા

હિપેટાઇટિસ કઈ રીતે ફેલાય છે:પ્રદુષિત પાણી અને ખોરાક અસુરક્ષિત લગાવવામાં આવેલ સોય સિરીંજ થી તપાસ વિનાનું સંક્રમિત લોહી ચઢાવવાથી માતા થી નવજાત શીશુને અસુરક્ષિત જાતીય સંબંધો રેઝર અને ટૂથબ્રશ અદલાબદલી ઉપરોકત લક્ષણો દ્વારા ફેલાય છે આ કાર્યક્રમમાં નર્સિંગ સ્કૂલ ના આચાર્ય એ હિપેટાઇટિસ વિશે માર્ગદર્શન આપ્યું એચ આઇ વી ટીબી ઓફીસર હિપેટાઇટિસ વિશે વાત કરતા જણાવ્યું કે ચેપગ્રસ્ત સોય અને શાહી નો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ બી અને સી ફેલાય છે તમામ સગર્ભા બહેનોનું હિપેટાઇટિસ પરીક્ષણ કરવામાં આવે છે અને વધુમા વધુ સામાન્ય લોકો પણ આ ટેસ્ટ કરાવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ હિપેટાઇટિસ રસી બાળકોને જન્મ ના ૨૪ કલાક ની અંદર જ આપવામા આવે છે અને જે પણ સગર્ભા બહેન પોઝિટિવ હૉય તેનાં આવનાર બાળકને હિપેટાઇટિસથી બચાવવા માટે ઇમ્યુનોગ્લોબ્યુલીન ઈન્જેકશન આપવામા આવે છે અને બાળકને તેનાથી બચાવવામાં આવે છે વધુમા વધું આ રોગથી બચવા માટે લોકો જાગૃત રહો સુરક્ષિત રહો એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરોકત બ્લડ ડોનેશન કેમ્પ માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી  અને તાલુકાના હેલ્થ ઓફિસર  દ્રારા પણ બ્લડ ડોનેશન કરીને આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો આ કેમ્પ ની અંદર કુલ ૫૧ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું આમ આ કાર્યક્રમમાં એસ.આર. કડકિયા નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, દિશા ડાપકું સ્ટાફ, ટી.આઇ પ્રોજેક્ટ સ્ટાફ , આઇ સી ટી સી કાઉન્સેલર અને લેબટેક, વિહાન સંસ્થાનો સ્ટાફ ઝાયડસ બ્લડ બેંક સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો

Back to top button
error: Content is protected !!