તલોદ/પ્રાંતિજ ના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નવ નિયુક્ત આયુષીબેન જૈન ના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ
તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સૌથી નાના માં નાની પંચાયત માત્ર ૬૦ બ્લોક નંબર ધરાવતી પંચાયત માં આજરોજ તા ૧૭/૯/૨૦૨૫ ના રોજ ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ જયંતી નિમિત્તે આજે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે તલોદ તાલુકાના ચંદપુર ગામે તલોદ તાલુકાના મામલતદાર કચેરીએ થી,તાલુકા પંચાયત કચેરીએ થી, ડો એલ આર કચેરીએ થી સમગ્ર સ્ટાફ સાથે ચંદપુર ગામે આવેલા ૬૦ બ્લોક નંબર ના ખેડૂતો ને સાથે રાખી દરેક સમાજના દરેક વર્ગના ખેડૂત ખાતેદારોને પોતાના ખેતરમાં પોતાના મોબાઈલમાં ખેતર ના શેઢે ચારે બાજુ ફરીને પોતાનો માલીકીની જમીન નું ક્ષેત્રફળ પ્રમાણે ખેડૂત જાતે જ સર્વે કરવામાં આવ્યું હતું અને તલોદ/પ્રાંતિજ ના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નવ નિયુક્ત આયુષીબેન જૈન ના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ હતી જેમાં તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખ શ્રી, આજુબાજુ ના ગામના વડીલો ચંદપુર ગામ ના વડીલ મંગુભા, ગામ ના સરપંચ,ડે.સરપંચ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, આગળવાડી ના બાળકો ગામ ના નાના મોટા ભુલકાઓ વગેરે એ રાત્રી સભા માં ભાગ લીધો હતો અને આ રીતે ગામ ના વણ ઉકલ્યા પ્રશ્નો ની ચર્ચા દરમિયાન પ્રાથમિક ઉદબોધન કરતા ગામ ના વડીલ મંગુભા એ ચંદપુર, રબારી નાં છાપરાં અને બાદરજી ના મુવાડા ગામમાં પ્રાથમિક શાળા ના બાળકો માટે મદદરૂપ બનીને પ્રાથમિક શિક્ષણ નો લાભ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને ગામ ના વિવિધ વિકાસ કામોનું વણૅન કરવામાં આવ્યું હતું