સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર ખાતે જીએમ ઈ આર એસ હોસ્પિટલ કેમ્પસ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર ખાતે જીએમ ઈ આર એસ હોસ્પિટલ કેમ્પસ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આર.એમ.ઓ ડોક્ટર વિપુલભાઈ જાની ડી.એન.એસ પુષ્પાબેન ટી .એ એન.આઈ મેમ્બર જ્યોત્સના બેન બેન ચૌધરી ગવર્મેન્ટ ઇન સર્વિસ નર્સિંગ સ્ટાફ જી એમ ઈ આરએસ એન એ એન એસ અને મેડિકલ નર્સિંગ સ્ટાફ ડોક્ટર્સ વગેરે વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા. પર્યાવરણ માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે અને તેને વાવી અને તેનું જતન કરવું તે ખૂબ મહત્વનું છે. તેવુ ડોક્ટર જાની સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું
આવનાર સમયમાં જેમ ગરમીનું પ્રમાણ વધે છે તે પ્રમાણે વૃક્ષો અદ્રશ્ય થતા જાય છે માટે દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે કે વ્યક્તિ દીઠ વૃક્ષારોપણ કરવું જોઈએ તેવું પુષ્પાબેન ડીએનએસ દ્વારા અને જોસના બેન ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ જોડાયો હતો અને કાર્યક્રમના સહભાગી બન્યા હતા





