તલોદ તાલુકામાં આવેલ સરકારી નાગરિક પુરવઠા નિગમ ના ગોડાઉનના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજ રોજ તા ૧૧/૭/૨૦૨૫ નેં શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે તલોદ તાલુકાના હરસોલ તલોદ રોડ ઉપર આવેલ સરકારી અનાજ ના ગોડાઉનના કમ્પાઉન્ડમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રી કોદરભાઈ પટેલ, કિસાન સંઘના પ્રમુખ કાર્યકર્તાઓ ,તલોદ તાલુકાના પુરવઠા મામલતદાર સાહેબશ્રી , ગોડાઉન મેનેજર સાહેબ શ્રી ,નાયબ મામલતદાર અને વન વિભાગના આર એફ ઓ તેમજ નાગરિક પુરવઠા નિગમના કર્મચારીઓ અને ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા કાર્યકર્તાઓ દ્વારા તલોદ તાલુકામાં આવેલ સરકારી નાગરિક પુરવઠા નિગમ ના ગોડાઉનના કમ્પાઉન્ડમાં આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ શ્રી ના સંકલ્પ “એક પેડ આપણી મા કે નામ પે ” આ સૂત્રને સાર્થક કરવા માટે સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તલોદ તાલુકાના આરએફઓ સાહેબ શ્રી એ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને જણાવવામાં આવેલ કે દરેક ગામમાં અને દરેક પંચાયત વિસ્તારમાં આવેલી ફાજલ જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે અને કોઈપણ ખેડૂત પોતાના ખેતરમાં શેઢા ઉપર અથવા તો ખેતરમાં ફરાઉ વૃક્ષ વાવે તો તેને સરકારશ્રીની યોજના મુજબ એક ઝાડ પાછળ મળતી દરેક સહાય આપવા માટે માગૅદશૅન આપવામાં આવેલ હતું કિસાન સંઘના પ્રમુખશ્રીએ વિગતવાર માહિતી માગતાં દરેક ગામમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવે તેવી અપેક્ષા રાખી હતી અને સરકારશ્રીની જે નર્સરી છે તે તલોદ ગામમાં થી પશ્ચિમ દિશામાં આવેલ છે તેની જગ્યાએ તલોદ હરસોલ રોડ ઉપર નર્સરી માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન ખૂબ સુંદર અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા તલોદ તાલુકાના દરેક ગામોમાં વધુ માં વધુ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી





