GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ની સગનપુરા શાળામાં રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૭/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સગનપુરા ની શાળામાં આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ ઉજવણી દરમિયાન દરેક વર્ગની બહેનોએ ભાઈઓને કંકુ તિલક કરીને ચોખા ચોંટાડીને મોં મીઠું કરાવ્યું હતું. તો સામે ભાઇઓએ બહેનોને નાની ભેટ આપી હતી.બહેનોએ ભાઈઓના સ્વસ્થ અને સુખી જીવન માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.સ્કૂલમાં રક્ષાબંધન નિમિત્તે રાખી મેકિંગ સ્પધૉનું આયોજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ અવનવી ડઝિાઇન, રૂપ-રંગમાં કલાત્મક રાખડીઓનું સર્જન કર્યું હતું. શાળા તરફથી શ્રેષ્ઠ રાખડીઓને ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. શાળાના સ્ટાફની બહેનોએ શાળા સ્ટાફના ભાઈઓને રક્ષા બાંધીને આશીર્વાદ આપ્યા હતા. શાળાના સ્ટાફ પરીવાર દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.