SABARKANTHA

ઇડર ટાઉનહોલ ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો

*ઇડર ટાઉનહોલ ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો*
*******
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં ઇડર ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્યશ્રી રમણલાલા વોરાની ઉપસ્થિતિમાં ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવા “સરકાર તમારા દ્વારે’ ના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇડર સહિત આજુબાજુના ગામના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ અપાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ, મામલતદારશ્રી ભાવેશભાઈ,ચીફ ઓફિસરશ્રી, અગ્રણીશ્રી કાનુભાઈ પટેલ, વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!