સાબરકાંઠા જીલ્લામાં હેલ્મેન્ટ વિના વહન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ તા.૨૩/૧૦/૨૦૨૪ થી તા.૨૪/૧૦/૨૦૨૪ દરમ્યાન સ્પેશ્યલ ડ્રાઇવ યોજી

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જીલ્લામાં હેલ્મેન્ટ વિના વહન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ તા.૨૩/૧૦/૨૦૨૪ થી તા.૨૪/૧૦/૨૦૨૪ દરમ્યાન સ્પેશ્યલ ડ્રાઇવ યોજી
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા. શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહિલ સા.શ્રી, સાબરકાંઠા નાઓએ આપેલ સુચના મુજબ સાબરકાંઠા જીલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી બાબતે દ્વીચક્રી વાહન ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવા બાબતે લોક જાગૃતિ કેળવી, ટ્રાફિક નીયમોનુ પાલન થાય અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તા.૨૩/૧૦/૨૦૨૪ થી તા.૨૪/૧૦/૨૦૨૪ દરમ્યાન ફરજીયાત હેલ્મેટ ના કાયદાનુ પાલન થાય તે સારૂ વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના ની અમલવારી કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.વી.જોષી જીલ્લા ટ્રાફિક શાખા તથા શ્રી એન.આર.ઉમટ ઇન્ચાર્જ સીટી ટ્રાફિક નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લા ટ્રાફિક, ઇન્ટર સેપ્ટર વાન,હાઇવે ટ્રાફિક, સીટી ટ્રાફિક તથા પોઇન્ટ તેમજ સાબરકાંઠા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જીલ્લા વ્યાપી દ્વીચક્રી વાહન ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવા બાબતે વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબની કાર્યવાહી કરી સાબરકાંઠા જીલ્લામાં માર્ગ સલામતી સુનીશ્ચિત કરવા કામગીરી કરવામાં આવેલ છે.
ચેક કરેલ વાહનો ની સંખ્યા————-૭૬૮
દ્વિચક્રી વાહન ચાલક | વિરૂધ્ધ હેલ્મેટ એન.સી.કેસો——————૧૭૫
દ્વિચક્રી વાહન ચાલક વિરૂધ્ધ હેલ્મેટ અંગે પાવતી———————-૧૪૮
દ્વિચક્રી વાહન ચાલક વિરૂધ્ધ હેલ્મેટ અંગે વસુલ કરેલ દંડ————-૭૪,૫૦૦





