IDARSABARKANTHA

ઈડર સર પ્રતાપ સ્કૂલના વિદ્યાર્થી એ રાજ્ય લેવલે જુડો માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

 

  1. ઈડર સર પ્રતાપ સ્કૂલના વિદ્યાર્થી એ રાજ્ય લેવલે જુડો માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
    સાબરકાંઠાના ઈડરની વર્ષો જુની સરપ્રતાપ હાઇસ્કુલ ના વિષ્ણુ ગમાર નામના ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની નવસારી માં યોજાયેલ જુડોની રમતમાં ગોલ્ડ મેડલ મેળવતા શાળા પરિવાર સહિત સાબરકાંઠા જિલ્લા માટે વધુ એક વાત ગૌરવની ક્ષણ સર્જાઈ છે…

    આગામી ઓલમ્પિક ગુજરાતમાં યોજવાનું છે ત્યારે સાબરકાંઠાના ઈડરના વિષ્ણુ ગમાર નામના ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની જુડોની રમતમાં ભાગીદાર બન્યો હતો જોકે છેલ્લા પાંચ વર્ષની સતત પ્રેક્ટિસ અને મહેનતના પગલે આ વખતે રાજ્ય કક્ષાએ યોજાયેલી જુડો રમતમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મેળવતા શાળા પરિવાર તેમજ જિલ્લા કક્ષાએ વધુ એકવાર ગૌરવ સ્વરૂપ બન્યો.. જોકે સાબરકાંઠાની ઈડર ની સરપ્રતાપ હાઇસ્કુલ પન્નાલાલ પટેલ તેમજ ઉમાશંકર જોશીના નામ સાથે જોડાયેલી છે રાષ્ટ્રીય કવિ સહિત શૈક્ષણિક જગત સાથે કેટલીય સિદ્ધિઓ મેળવી છે જોકે રમતોમાં પણ સરપ્રતાપ હાઈસ્કૂલ દ્વારા મેળવાયેલો ગોલ્ડ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ બને તો નવાઈ નહીં….

    જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!