ઇડર ડાયટ ખાતે ગુણોત્સવ ૨.0 સંદર્ભે બે દિવસીય કાર્યશાળા યોજાઇ

*ઇડર ડાયટ ખાતે ગુણોત્સવ ૨.0 સંદર્ભે બે દિવસીય કાર્યશાળા યોજાઇ*

સાબરકાંઠામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેયુરભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ગુણોત્સવ ૨.૦ સંદર્ભે આવેલ પરિણામના આધારે ડી અને સી ગ્રેડ ધરાવતી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ માટે ગ્રેડ સુધારણા કાર્યક્રમ સંદર્ભે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ તાલીમ ઈડરના પ્રાચાર્યશ્રી ડૉ.મદનસિંહ ચૌહાણે કાર્યશાળાની રૂપરેખા સાથે ઉત્તમ ઉદાહરણો અને ચિંતનાત્મક ચર્ચા કરી પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યુ હતુ. જીસીઆરટીના રિસર્ચ એસોસિયેટ ડૉ.યોગીતાબેન દેશમુખ દ્વારા શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવી પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી હતી. ડાયટના સિનિયર લેક્ચરલશ્રી અશ્વિન પટેલે શાળાનું ભાવવારણ અને ગુણવત્તા સુધાર સંદર્ભે ચર્ચા કરી હતી.
આ કાર્યશાળામાં મહાનુભાવો દ્વારા શાળાની વિકાસ ગાથા અને ગુણોત્સવ સુધારાત્મક પગલાં ગુણોત્સવ ૨.૦ ના પરિણામોના ક્ષેત્રોના આધારે કયા ક્ષેત્રમાં પરિણામ અથવા ગ્રેડ સુધારણા સંદર્ભે શું કરી શકાય અને કેવા પગલાંઓ શાળાઓમાં લઈ શકાય તે અંગે વાર્તા અને પ્રવૃત્તિઓના ક્ષેત્રોની સમજ અને ચર્ચા કરવામાં આવી હતી.તાલીમ પ્રાપ્ત કરનાર સર્વે આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ કટિબંધ અને પ્રતિબંધ થઈ ગ્રેડ સુધારણા સંદર્ભે કાર્ય કરવા માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી કાર્ય કરીશું એવા ભાવ સાથે તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
અહેવાલ:- પ્રતિક ભોઈ



