GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વાંકાનેર નેશનલ હાઈવે જનતાએ કર્યો જામ, અધિકારી અને ધારાસભ્ય દોડયા

 

MORBI:મોરબી વાંકાનેર નેશનલ હાઈવે જનતાએ કર્યો જામ, અધિકારી અને ધારાસભ્ય દોડયા

 

 

મોરબી : મોરબી જિલ્લાના મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ બંધુનગર અને મકનસર ગામ વચ્ચે એક્સેલ સીરામીક પાસે ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાના અનુસંધાને અને છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવતી રજૂઆતો ને ધ્યાને ન લેવાતા હાઈવે પર ચક્કાજામ કરતાં હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. ઘટનાની જાણ થજા જ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા જ લોકોએ હાઇવે પર બેસીને રામધૂન બોલાવી હતી અને આ બાબતે હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ ગ્રામજનો પાસેથી સમગ્ર સમસ્યાની વિગતો મેળવી હતી.ગામ લોકો એ જણાવ્યું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો નિવાકરણ ન કરતા અમોએ આ રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું પણ જો આગામી સમયમાં નેતાઓને અધિકારીઓ ગામ લોકોના પ્રશ્નો નહીં સાંભળે તો અમારે પણ વિસાવદર વારી કરવું પડશે.

Back to top button
error: Content is protected !!