IDARSABARKANTHA

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર ખાતે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન પર કાર્યશાળા યોજાઇ

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર ખાતે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન પર કાર્યશાળા યોજાઇ
**
સાબરકાંઠા જિલ્લામાં જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડરના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન પર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર ખાતે કાર્યશાળા યોજાઇ હતી. પ્રાથમિક શિક્ષણમાં સંશોધન દ્વારા શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ અને વર્ગખંડની સમસ્યાઓને હલ કરવા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવા માટે સાબરકાંઠા જિલ્લાના ૫૦ જેટલા પ્રાથમિક શિક્ષકોની પસંદગી કરી માર્ગદર્શન અર્થે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ક્રિયાત્મક સંશોધન લેખન માર્ગદર્શન કાર્યશાળામાં દરામલી કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રાધ્યાપકશ્રી ડૉ.મહેશભાઈ ચૌધરી દ્વારા ખૂબ પ્રેરક ઉદબોદનની સાથે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે હાથ ધરી શકાય તે વિષે સર્વે શિક્ષકોને માર્ગદર્શિત કર્યા હતા.આ સાથે ડૉ.નરેન્દ્રભાઈ પટેલે ક્રિયાત્મક સંશોધન કરવા માટે કેવી રીતે પગથિયા અપનાવા અને શું કરી શકાય તેમજ મિતુલ મકવાણાએ ક્રિયાત્મક સંશોધનની રૂપરેખા અને કેવી રીતે રિપોર્ટ અથવા તો ક્રિયાત્મક સંશોધન લેખન વિષે વિગતે ચર્ચા કરી હતી. આ કાર્યશાળામાં ઇડર ડાયટના સિનિયર લેક્ચરલશ્રી અશ્વિનભાઇ પટેલ સહિત શિક્ષકમિત્રો હાજર રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!