હિંમતનગર આરટીઓ સર્કલ પાસે ગેરેજ માલિકને મારનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરાઈ

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર આરટીઓ સર્કલ પાસે ગેરેજ માલિકને મારનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરાઈ
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિલીપભાઈ બાબુભાઈ હેડ કોન્સ્ટેબલ સામે ગેરેજ માલિક ને માર મારવાની લેખિત ફરિયાદ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ આપવામાં આવેલ છે
બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તારીખ ૨૦/૫/૨૦૨૫ ના રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈએ પોતાની માલિકીની યામા કંપનીની સ્કૂટી રીપેરીંગ માટે આરટીઓ સર્કલ પાસે આવેલ બોમ્બે ઓટો ગેરેજ માં રીપેરીંગ માટે મુકેલ હતી અને તે ગાડી રીપેરીંગ કરાવ્યા બાદ તે લઈ ગયા હતા પરંતુ તારીખ ૨૧/૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧/૩૦ વાગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની પોલીસની ગાડી નંબર જીજે ૦૯ જીએ ૦૨૯૭ લઈ ડ્રાઇવર સાથે ગેરેજ ઉપર આવ્યા હતા અને તે મારી ગાડી રિપેર કરવાના પૈસા કેમ લીધા કહીને ગેરેજ માલિક મહેમુદશા અહેમદશા દીવાને ગાલ ઉપર થપ્પડો મારી હતી જાહેરમાં ગાળો બોલી માર મારવાની ઘટના બનતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ આ હેડ કોન્સ્ટેબલ પોતાની સાથે લાવેલ ગાડી ડ્રાઇવર સાથે હંકારી જઈ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા અને ત્યારબાદ માર ખાનાર મહેમુદશા એહમદશા દીવાન પણ આજુબાજુના દુકાન માલિકો સાથે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગયા હતા જ્યાં તેમણે આ પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ વિરુદ્ધ લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી હતી ત્યારબાદ તેમણે જિલ્લા પોલીસ વડા સાબરકાંઠાને પણ લેખિત ફરિયાદ આપી છે જેની એક નકલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આપી છે
અરજીમાં અરજદારે હેડ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે



